Site icon સોહમ 24 ન્યુઝ

યુપીમાં અત્તરના વેપારી પિયુષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત

યુપીમાં અત્તરના વેપારી પિયુષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત

Google News Follow Us Link

ઉત્તર પ્રદેશના કન્નૌજના અત્તરના વેપારી પિયુષ જૈનની ટેક્સ ચોરીના આરોપમાં કાનપુરથી કાલે ધરપકડ કરાઈ. જીએસટી ઈન્ટેલિજન્સે કાર્યવાહીને અંજામ આપ્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવાય તેવી શક્યતા છે.

ઉત્તર પ્રદેશના કન્નૌજના અત્તરના વેપારી પિયુષ જૈનની ટેક્સ ચોરીના આરોપમાં કાનપુરથી કાલે ધરપકડ કરાઈ. જીએસટી ઈન્ટેલિજન્સે કાર્યવાહીને અંજામ આપ્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવાય તેવી શક્યતા છે. અત્યાર સુધીની દરોડાની કાર્યવાહીમાં તેની પાસેથી 257 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત કરાયા છે.

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, એક કામદારનું મોત, 14 ઈજાગ્રસ્ત

ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સના ઓફિસરોના જણાવ્યાં મુજબ જૈનને સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરાયો છે. એજન્સીઓની કાર્યવાહી દરમિયાન વેપારી પિયુષ જૈનના ઘરની અંદર ગુપ્ત જગ્યા મળી આવી અને એક ફ્લેટમાં 300 ચાવીઓ પણ મળી. આ જપ્તી પર DGGI તરફથી અધિકૃત જાણકારી આવવાની હજુ બાકી છે. કાનપુરના મોટાભાગના પાન મસાલા મેન્યુફેક્ચર્સ પિયુષ જૈન પાસેથી જ પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે. આ બધા વચ્ચે રવિવારે વેપારીના કન્નૌજ સ્થિત પૈતૃક ઘરે પણ દરોડા પડ્યા.

કાર્યવાહી ચાલુ રહેશે
પિયુષ જૈનની ધરપકડ બાદ પણ તેના ઠેકાણા પર ચાલી રહેલી યુપીની સૌથી મોટી રેડ ત્રણ દિવસથી વધુ સમય વિતવા છતા હજું પણ ચાલુ રહેશે. આ અગાઉ પિયુષ જૈનના કન્નૌજ સ્થિત પૈતૃક ઘરના ગુપ્ત સ્થળેથી 25 કિલો ચાંદી અને 25 કિલો સોનું મળી આવ્યું છે. કાનપુરના ઠેકાણાની જેમ જ અહીંથી પણ નોટોથી ભરેલી 8થી 9 બોરીઓ મળી છે.  જેમાં 103 કરોડની નોટ હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પિયુષ જૈનના કાનપુર ઠેકાણેથી જીએસટી વિજીલન્સ ટીમને 185 કરોડ મળ્યા હતા. આ નોટો ગણવા માટે અનેક મશીન લાવવી પડી હતી અને તેનાથી પણ વધુ લોકો તેને લઈ જવામાં ઉપયોગમાં લેવાયા. રવિવારે પણ દરોડાની કાર્યવાહી ચાલી હતી અને મળનારી કેશનો આંકડો વધતો જ જાય છે.

Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા

વેપારીના ગુપ્ત ખજાનાની રકમ વધતી જ જાય છે. જો કે દરોડામાં મળી આવેલી રકમનો કોઈ અધિકૃત આંકડો હજુ સામે નથી આવ્યો પરંતુ અત્યાર સુધી ટીમને કાનપુર અને કન્નૌજથી ચાંદી અને સોનાના ખજાના ઉપરાંત કરોડોની કેશ જપ્ત કરી છે. આ મામલો ગેરકાયદેસર કારોબાર અને ટેક્સની ચોરીનો છે. કાર્યવાહીમાં DGGI ટીમના 36 ઓફિસરો લાગ્યા હોવાની સૂચના છે.

પિયુષ જૈન સુધી કેવી રીતે પહોંચી એજન્સીઓ

વાત જાણે એમ છે કે અમદાવાદની DGGI ટીમે એક ટ્રક પકડ્યો હતો. આ ટ્રકમાં જઈ રહેલા સામાનના બિલ નકલી કંપનીના નામ બનાવવામાં આવ્યું હતું. તમામ બિલ 50 હજાર રૂપિયાથી ઓછી રકમના હતા. જેથી કરીને Eway Bill ન બનાવવા પડે. ત્યારબાદ ડીજીજીઆઈએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડા પાડ્યા. અહીં ડીજીજીઆઈને લગભગ 200 નકલી બિલ મળ્યા. અહીંથી ડીજીજીઆઈને પિયુષ જૈન અને નકલી બિલોના કઈક કનેક્શન અંગે જાણવા મળ્યું.

સુરેન્દ્રનગરમાં આપ દ્વારા લાઠીચાર્જનો વિરોધ કરાયો

ત્યારબાદ ડીજીજીઆઈએ વેપારી પિયુષ જૈનના ઘરે દરોડા પાડ્યા. જૈનના ઘરે જેવા ઓફિસરો પહોંચ્યા કે કબાટોમાં નોટોના બંડલો પડ્યા હતા. ત્યારબાદ આવકવેરા વિભાગને સૂચના આપવામાં આવી. ત્યારથી આ એજન્સીઓની કાર્યવાહી ચાલુ છે.

મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version