વઢવાણ સુરેન્દ્રનગર પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોક રક્ષક દળ માટે પોલીસ સ્ટાફ ફાળવાયો
- સુરેન્દ્રનગર પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોક રક્ષક દળ માટે પોલીસ સ્ટાફ ફાળવાયો.
- પોલીસ સ્ટેશનોમાં 145 લોક રક્ષક દળ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોક રક્ષક દળ માટે પોલીસ સ્ટાફ ફાળવાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને પુરુષો મળી કુલ 145 લોક રક્ષક દળના તાલીમાર્થીઓ નોડલ ઓફિસર અને તાલીમ સુપરવિઝન હેઠળ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલીમ પૂર્ણ કરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં કોરોના કેસમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી
જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ફાળવીને પોલીસની કામગીરીને વધુ સઘન બનાવવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં 56 મહિલા અને 89 પુરુષ લોકરક્ષકની તાલીમ પૂર્ણ થતા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં 145 લોક રક્ષક દળ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આમ તમામ તાલીમાર્થીઓએ પોલીસ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવા પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે શપથ પણ લીધા છે.
સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ