વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસે નિઃશુલ્ક લીંબુ શરબત વિતરણનો 300થી વધુ લોકોએ લાભ લીધો
- સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે 300થી વધુ લોકોએ નિઃશુલ્ક લીંબુ શરબતનો લાભ લીધો.
- માનવ સેવા સંઘ સુરેન્દ્રનગરના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી
સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કૂલ પાસે 300થી વધુ લોકોએ નિઃશુલ્ક લીંબુ શરબતનો લાભ લીધો. સુરેન્દ્રનગર એન.ટી.એમ.સ્કુલ પાસે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં માનવ સેવા સંઘ સુરેન્દ્રનગરના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી લોકોને નિઃશુલ્ક લીંબુ શરબત વિતરણ કર્યું હતું. જેમાં શહેરના મુખ્ય રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો માટે ૩૦૦થી વધુ લોકોએ આ લીંબુ શરબત વિતરણનો લાભ લીધો હતો.
વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ દફતરી, બલભદ્રસિંહ ઝાલા, હસમુખસિંહ પરમાર, કૃણાલભાઈ મહેતા, કમલેશભાઈ બાવળીયા અને વૈભવ શેઠ વિગેરેએએ જહેમત ઉઠાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોક રક્ષક દળ માટે પોલીસ સ્ટાફ ફાળવાયો