Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા મા કાર્ડ બાબતે અસમંજસતા દૂર કરવા પ્રેસનોટ જાહેર કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ “મા અમૃત્તમ તથા મા વાત્સલ્ય યોજના” કાર્ડ ની અસમંજસતા દૂર કરવા પ્રેસ નોટ બહાર પાડી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા શનિવારે પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે “મા અમૃતમ તથા મા વાત્સલ્ય કાર્ડ” કાઢવાની તમામ વ્યવસ્થા ગુજરાત સરકારના આદેશ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સરકારી દવાખાનામાં તેમજ જિલ્લા ખાતે કાર્યરત ઈ-ગ્રામના આઈ ડી થકી પણ આ કાર્ડ કાઢવાની તમામ પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે.

વઢવાણ યાર્ડમાં કોથમરી વેચવા બાબતે પાઇપ-કુહાડીથી હુમલો

આરોગ્ય સેવા માટે વપરાતા મા કાર્ડ યોજનાની તમામ કામગીરી ભારત સરકારના સોફ્ટવેર થકી તમામ પ્રોસેસ કરવામાં આવનાર હોવાનું અને મા કાર્ડ યોજનાની ડિઝાઇનમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ મા કાર્ડમાં મળતા લાભોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવ્યાની જાણકારી આ પ્રેસનોટના માધ્યમથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ રોટરી ક્લબ અને ઝાલાવાડ ચેમ્બર સહિતના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું ઉદ્ઘાટન કરાયું

Exit mobile version