કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની
અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
- રાજકોટના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદી
- નવી દિલ્હીની વેબ સાઈટ www.ksb.gov.in પર ઓનલાઈન અરજી

રાજકોટના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના જે માજી સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓના તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનોએ ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૧ર ની પરીક્ષા પાસ કરીને ૬૦% થી વધારે ગુણ મેળવેલ હોય અને બી. ટેક.-એંજીન્યરિંગ, મેડિકલ તેમજ ડેન્ટલ જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્ષમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં પ્રવેશ મેળવેલ હોય તેવા સંતાનોને પ્રધાનમંત્રીશ્રી સ્કોલરશીપ સ્કીમ હેઠળ કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી પુત્રને રૂપિયા ૨૫૦૦/- પ્રતિમાસ અને પુત્રીઓને રૂપિયા 3000/- પ્રતિમાસ સ્કોલરશીપ આપવામાં આવે છે.

જે અર્થે આ સ્કોલરશીપનો લાભ લેવા કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબ સાઈટ www.ksb.gov.in પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. જે અન્વયે અરજીની અગાઉ છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી પરંતુ કોવીડ-૧૯ ના કારણે પરિણામ મોડુ જાહેર થવાથી કોલેજમાં એડમીશન પ્રક્રિયા પણ મોડી થવાથી હવે પ્રધાનમંત્રી સ્કોલરશીપ સ્કીમની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ૩૦/૦૪/૨૦૨૧ સુધી લંબાવામાં આવી છે. જેથી ઉપર જણાવેલ માજી- સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓના તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનોએ કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ બાબતે વધુ જાણકારી મેળવવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયુ છે.