Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોકમાંગ ઉઠી

વઢવાણ સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોકમાંગ ઉઠી

વઢવાણ સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોક માંગ ઉઠી

સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોક સૂર ઉઠયો. સુરેન્દ્રનગરમાં કોરોનાની મહામારીના કારણે ગ્રામ્ય રૂટોને સાંકળતી એવી એસ.ટી.બસો પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર ડેપોમાંથી ઉપડતી અને સુપ્રસિદ્ધ મેલડી માતાજીના યાત્રાધામ એવા સરા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દોડતી એસ.ટી.બસ પણ બંધ કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડામાં થાપણદારોએ સમાજમાં દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો

ત્યારે હાલ હવે કોરોનાની મહામારીમાં રાહત અનુભવાય છે ત્યારે એસ.ટી.બસ પૂર્ણ શરૂ કરવાની લોકમાંગ ઉઠવા પામી છે. સરા મેલડી માતાજીનું યાત્રાધામ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મેલડી માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે બસની વ્યવસ્થા ઉપલબ્ધ ન થવાના કારણે આવા મુસાફરો અને ભક્તોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી સરા સહિતના ગ્રામ્ય રૂટોને આવરી લેતી એસ.ટી.બસની સુવિધા ઝડપથી શરૂ કરવામાં આવે તેવી મુસાફર વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર રામનગરમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

વધુ સમાચાર માટે…

Exit mobile version