સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ ના નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નો અને માંગણીઓ
સ્વીકારવામાં ન આવતા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી એ નર્સિંગ સ્ટાફ ની મુલાકાત લીધી.
- 45 દિવસથી સી.યુ.શાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે.
- કોરોના ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
- મેડિકલ સ્ટાફમાં અને નર્સિંગ સ્ટાફમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સી.યુ.શાહ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ અને આગેવાનો માગણી નહીં સ્વીકારતા છેલ્લા 45 દિવસથી સી.યુ.શાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે.
તે છતાં પણ માંગણીઓ ન સ્વીકારવા માં આવતા ધારાસભ્ય નવસાદ સોલંકી વિરોધ પ્રદર્શન કરી રહેલા સી યુ શાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ સાથે જોડાયા.
આગામી દિવસો માં પડતર માંગણીઓ નહિ સ્વીકારમાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે : ધારાસભ્ય નૌશાદ સોલંકી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં હાલમાં કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જો કોઈ જિલ્લામાં વ્યક્તિ ને પોઝિટિવ કોરોના આવે તો તેને સારવાર માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે તો તે સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ છે ત્યારે હાલમાં કોરોના ના દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ પણ મેડિકલ કોલેજ એટલે કે સી યુ શાહ મેડિકલ હોસ્પિટલ છે. ત્યારે આ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન મેડિકલ કોલેજ સમક્ષ નોંધાવવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે કોરોના ના દર્દીઓ ને covid-19 મા ફરજ બજાવી અને કોરોનાની દર્દીઓની સારવાર કરનાર નર્સિંગ સ્ટાફ ના પડતર પ્રશ્નોની માંગણી સી.યુ.શાહ મેડિકલ કોલેજ ના ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવતા હાલમાં મેડિકલ સ્ટાફમાં અને નર્સિંગ સ્ટાફમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે પોતાની ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર પ્રશ્નોનો સ્વીકાર મેડિકલ કોલેજના ટ્રસ્ટ દ્વારા ન કરવામાં આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અગાઉ અનેક વખત નર્સિંગ સ્ટાફ દ્વારા આ બાબતે મેડીકલ કોલેજના ટ્રસ્ટી અને રજૂઆત કરવા છતાં પણ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે આ બાબતે તારીખ 5 જાન્યુઆરી ના રોજ પડતર પ્રશ્નો નહિ સ્વીકારવામાં ન આવતા મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ ફરજ નર્સિંગ તરીકે મેડિકલ કોલેજમાં બનાવવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી
તે છતાં પણ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા આજથી 21 જાન્યુઆરી ના રોજ થી આજ સુધી વહેલી સવારથી જ મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે પડતર માંગણીઓ માં નર્સિંગ સ્ટાફ દ્વારા મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કાયમી કરવા પગાર વધારો કરવો મોંઘવારી આપવી સહિતના અનેક પ્રશ્નો નું નિરાકરણ ન આવતા આજે વહેલી સવારથી સી.યુ શાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ત્યાર બાદ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઈલાજ કરવામાં આવ્યો હતો.ત્યારે સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ ખાતે હક્ક માટે લડી રહેલા કર્મચારીઓ વચ્ચે ધારાસભ્ય નવસાદ સોલંકી પણ પહોંચ્યા હતા અને તેમણે પણ આમના હક માટે ટ્રસ્ટીઓ અને સત્તાધીશો સમક્ષ માંગણી કરી છે. ત્યારે હજુ સુધી આ બાબતે કોઈ પણ જાતનો નિર્ણય ટ્રસ્ટીઓ કે મેડિકલ કોલેજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો નથી જેને લઇને છેલ્લા બે માસથી વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન નોંધાવતા ૨૦૦ જેટલા કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્ય નવસાદ સોલંકી પણ મેડિકલ કોલેજમાં વહેલી સવારે પહોંચ્યા છે અને ટ્રસ્ટીઓ સામે કરી રહેલા વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય સોલંકી પણ જોડાયા છે.
-A.P : રોપોર્ટ