Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ખાતે પાણી-પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક હાથ ધરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

Review Meeting – સુરેન્દ્રનગર ખાતે પાણી-પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક હાથ ધરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

Google News Follow Us Link

જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા, સિંચાઈ, સૌની યોજના, વાસ્મો, સુજલામ સુફલામ અને અન્ન, નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના વિવિધ ગામો જેમ કે, સાયલા તાલુકામાં સોખડા, ઢિંકવાળી, લિંબડી તાલુકામાં ઊંટડી, પાણસીણા, ફુલગ્રામ, ચોટીલા તાલુકાના ગુંદાળા, રાજપરા, થાનગઢ તાલુકાના વિજળીયા, મનડાસર સહિતના ગામોમાં પાણીના વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ઉનાળાને ધ્યાનમાં લઈને ઉનાળા દરમિયાન જિલ્લાના દરેક વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત મળી રહે તે માટેના આયોજનની વિગતો મેળવી હતી.

અનિયમિત પાણી પુરવઠો ધરાવતા વિસ્તારોમાં સમસ્યાના મૂળમાં જઈ સંબંધિત ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા માટે જણાવ્યું હતું. જિલ્લામાં ડેમોની સ્થિતિ, પાણી પુરવઠા યોજનાના કામો, વાસ્મો વગેરેના કામો ચાલુ થવાનાં બાકી હોય તેનો વિગતવાર અહેવાલ મેળવી વિસ્તૃત નિર્દેશો કર્યા હતા. દસાડા તાલુકાના નાના રણમાં અગરિયાઓને જરૂરી પાણી પુરવઠો નિયમિત મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે પુરવઠા વિભાગને અનાજ વિતરણ અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરવા અને ઘટની ફરિયાદો ન આવે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં વઢવાણ પ્રાંત અધિકારીશ્રી દિપેશ કેડિયા, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેરશ્રી એમ.જી.ઠાકુર, વાસ્મો યુનિટ મેનેજરશ્રી આર.એમ.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version