Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લાનાં શિડ્યુલ H, H1 અને X ડ્રગ્સનાં વેચાણ-વિતરણ પર નિયંત્રણો જાહેર કરાયા

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લાનાં શિડ્યુલ H, H1 અને X ડ્રગ્સનાં વેચાણ-વિતરણ પર નિયંત્રણો જાહેર કરાયા

Google News Follow Us Link

બાળકોમાં ડ્રગ્સમાદક દ્રવ્યો તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવાનાં હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા/શહેરમાં આવેલ તમામ મેડિકલ સ્ટોર/ ફાર્મસી સ્ટોર પર શિડ્યુલ H, H1 અને ડ્રગ્સનું વેચાણ-વિતરણ કરતા સ્થળોએ અંદરના ભાગે તેમજ બહારના ભાગે રોડ પર આવતા જતા વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તેવા હાઈ ડેફીનેશનનાઈટ વિઝનવાળા અને ઉચ્ચ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત રીતે લગાવવાના રહેશે.

આ ઉપરાંતતેમાં બે અઠવાડિયાનું રેકોર્ડિંગ સ્ટોરેજ રહે તે મુજબની વ્યવસ્થા કરવા તેમજ દરેક સ્ટોર પર શિડ્યુલ H, H1 અને હેઠળ આવતા ડ્રગ્સનું વેચાણ ડોકટરનાં પ્રિસ્ક્રીપ્શન પર કરવા અને તે અંગેનું ડિજિટલ રજીસ્ટર નિભાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

ચોટીલા ખાતે આવતીકાલથી રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-2023″નું આયોજન, બે દિવસ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version