Road Rage Case: સિદ્ધુએ સરન્ડર કરવા માટે માંગ્યો થોડા અઠવાડિયાનો સમય, સુપ્રીમે ઝડપી સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર
Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)નો 27 ડિસેમ્બર 1988ના દિવસે પટિયાલામાં ગાડી પાર્કિંગને લઈને 65 વર્ષીય વૃદ્ધ ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. સિદ્ધુએ તેમને મુક્કો માર્યો, બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થઈ ગયું. સિદ્ધુ અને તેમના મિત્ર રુપિન્દર સિંહ વિરુદ્ધ ગૈર ઇરાદતન હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
નવી દિલ્હી : રોડ રેજ કેસ (Road Rage Case)ના 3 દાયકા જૂના કેસમાં એક વર્ષની સજા મેળવનારા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) આજે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરવા ન પહોંચ્યા. તેમણે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે અમુક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. સિદ્ધુએ પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ એનવી રમન પાસેથી અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયાધીશે વહેલી સુનાવણીનો ઇનકાર કર્યો હતો. હવે તેમને જલ્દી સરેન્ડર કરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે 34 વર્ષ જૂના કેસમાં સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી.
જે કેસમાં સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે, તેના પીડિત મૃતક ગુરનામ સિંહના પરિવારે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ છે. ગુરનામ સિંહની પુત્રવધૂ પરવીન કૌરે કહ્યું કે 34 વર્ષની લડાઈમાં ક્યારેય તેમનું મનોબળ તૂટ્યું નથી. તેમણે નવજોત સિંહ સિદ્ધુના પ્રભાવ પર ધ્યાન ન આપ્યું, અને તેમનું ધ્યેય માત્ર આરોપીને સજા અપાવવાનું હતું, જેમાં તેમને સફળતા મળી હતી. નવજોત સિંહ સિદ્ધુ પાસે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આગળના આદેશ સુધી તેઓ જેલ જવાથી નહીં બચી શકે.
શું છે 34 વર્ષ જૂનો રોડ રેજ કેસ?
નવજોત સિંહ સિદ્ધુનો 27 ડિસેમ્બર 1988ના દિવસે પટિયાલામાં ગાડી પાર્કિંગને લઈને 65 વર્ષીય વૃદ્ધ ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. સિદ્ધુએ તેમને મુક્કો માર્યો, બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થઈ ગયું. સિદ્ધુ અને તેમના મિત્ર રુપિન્દર સિંહ વિરુદ્ધ ગૈર ઇરાદતન હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે સિદ્ધુને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. પીડિત પક્ષ તેની વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ગયો હતો. 2006માં હાઈકોર્ટે નવજોત સિદ્ધુને 3 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સિદ્ધુ પહેલા નિર્દોષ છૂટ્યા, પછી સજા થઈ
જાન્યુઆરી 2007માં નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સરેન્ડર કર્યું, તેમને જેલમાં મોકલવામાં આવ્યા. બાદમાં તેમણે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 16 મે 2018ના સુપ્રીમ કોર્ટે સિદ્ધુને ગૈર ઇરાદતન હત્યાના આરોપમાં લાગેલી કલમ 304 IPCથી નિર્દોષ જાહેર કર્યો. જો કે, IPC કલમ 323 હેઠળ ઇજા પહોંચાડવા બદલ તેમને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની સામે પીડિત પરિવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. 19 મે 2022ના સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય બદલીને 323 IPC એટલે કે ઇજા પહોંચાડવાના આરોપમાં નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા સંભળાવી.
Deepika Padukone: રેડ ડીપનેક ગાઉનમાં દીપિકા પાદુકોણનો સિઝલિંગ અંદાજ, કાતિલ અદાઓ જોઈ ફેન્સ ઘાયલ