Site icon સોહમ 24 ન્યુઝ

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામના રવીભાઇ વજુભાઇ રૂદાતલા તેમજ અશ્વિનભાઈ ધનજીભાઇ કટોસણા પોતાનું બાઇક લઇને સાયલા બાયપાસ પાસે વળાંકવાળીને રોડ ક્રોસ કરતા હતા. એ વખતે રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલ રાજકોટ – અમદાવાદ રૂટની એસ.ટી. બસે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બંને લોકો રોડ પર પટકાયા હતાં.

વઢવાણ સુરેન્દ્રનગર કોરોનાના વધતા સંક્રમણને કારણે જિલ્લા એસ.ટી.ડેપોમાં 70 ટકા પેસેન્જરોનો ઘટાડો નોંધાયો

બનાવની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને સાયલા દવાખાને ખસેડાયા હતા. જ્યાં ફરક પરના તબીબે બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સુરેન્દ્રનગર લઇ જવાનું કહેતા તુરંત ટી.બી.હૉસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. સાયલા પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં કહેલી વાતનું મનદુઃખ રાખી મહિલા પર તલવારથી હુમલો

વધુ સમાચાર માટે…

Exit mobile version