સાયલા લાખાવાડ ગામેથી બંદૂક સાથે ઇસમને ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી
- લાખાવાડ ગામેથી બંદૂક સાથે ઇસમને ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ
- હાથ બનાવટનો તમંચો તેમજ ત્રણ જીવતા કાર્ટીસ

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા લાખાવાડ ગામેથી બંદૂક સાથે ઇસમને ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના દાજીરાજસિંહ તેમજ પ્રવીણભાઈ આલ, રવિભાઈ ભરવાડ, ડાહ્યાલાલ વિગેરેઓએ પેટ્રોલીંગ હાથ ધાર્યું હતું.
આકાશવાણી રેડિયો સ્ટેશન પર રત્નાકર નાંગર
તે દરમિયાન મળેલ બાતમીના આધારે લાખાવાડ ગામના મંગળુભાઈ જીલુભાઈ ખાચરને હાથ બનાવટનો તમંચો તેમજ ત્રણ જીવતા કાર્ટીસ મળી રૂપિયા 5,300/નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની શુક્રવારે વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.