ખારાઘોડા જુના ગામ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Photo of author

By rohitbhai parmar

Seva Setu Program – ખારાઘોડા જુના ગામ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

Google News Follow Us Link

ખારાઘોડા જુના ગામ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

  • બજાણાખારાઘોડાસવલાસમાલવણપીપળી સહિતનાં પાટડી તાલુકાનાં 26 ગામો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

પાટડી નાયબ કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે તા.24/02/2023નાં રોજ જુના ગામ પ્રાથમિક શાળા, ખારાઘોડા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાટડી તાલુકાનાં બજાણા, ખારાઘોડા, સવલાસ, માલવણ, પીપળી, દેગામ, સેડલા, ગેડીયા, નાના ગોરૈયા, સુરજપુરા, જરવલા, નવરંગપુરા, પાટડી, જેનાબાદ, સાવડા, મીઠાગોઢા, અહેમદગઢ, રસુલાબાદ, ચીકાસર, મુલાડા, નગવાડા, વિસાવડી, ઓડુ, સિઘ્ધસર, નારાયણપુરા, હિંમતપુરા એમ કુલ 26 ગામોનાં નાગરિકો માટે આ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાટડી તાલુકાના ખારાઘોડા રણ ખાતે મીઠું પકવતા અગરિયા સમુદાય સાથે તા.03/02/2023ના રોજ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રણમાં અગરિયાઓને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે મંત્રીશ્રીએ વિસ્તૃત માહિતી મેળવી તેમનાં નિરાકરણ સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

અગરિયાઓને રાશનકાર્ડ, આવક અને જાતિનાં દાખલા, સાતબાર/8-અનાં પ્રમાણપત્રો, આધારકાર્ડ, હેલ્થવેલેનસ કાર્ડ,દિવ્યાંગતા પ્રમાણપત્ર સહિતનાં દાખલા-પ્રમાણપત્રો તેમજ વીજજોડાણ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય સહિતની વિવિધ યોજનાઓની અરજી કરવા સહિતની સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે માટે કલસ્ટર બનાવી વિવિધ કચેરીઓ સાથે સંકલન કરી સેવાસેતુ કાર્યક્રમ યોજવા સૂચના મંત્રીશ્રીએ આપી હતી.

જે અન્વયે તાલુકાનાં 26 જેટલા ગામો માટે તા.24/02/2023 શુક્રવારે જુના ગામ પ્રાથમિક શાળા, ખારાઘોડા ખાતે સવારનાં 09:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી સેવાસેતું કાર્યક્ર્મ યોજાશે. આ ઉપરાંત, ઝીંઝુવાડા, ફતેપુર, વચ્છરાજપુરા, વિસનગર, ઓડુ, મીઠાગોઢા, મુલાડા, ધામા, સુરેલ, પાડીવાડા, ભલગામ, ખારાઘોડા સહિતનાં 12 ગામો માટે તા.04/03/2023નાં શનિવારનાં રોજ ઝિંઝુવાડા આર્ટસ કોલેજ ખાતે સવારના 09:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાવિષ્ટ ગામોના લોકોને હાજર રહી ઉપલબ્ધ યોજનાઓ/સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

લીંબડી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link