Midday Meal Scheme – લીંબડી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે
- લીંબડી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે
લીંબડી મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકાના કેન્દ્ર નંબર-36 ઘાઘોસર, કેન્દ્ર નંબર-69 ગોપાલનગર ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.28-02-2023 સુધીમાં મામલતદાર કચેરી-લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા