Manager-Cum-Cook – પાટડી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે
- પાટડી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે
દસાડા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે દસાડા (પાટડી)તાલુકાના કેન્દ્ર નંબર-22 બજાણા કન્યા શાળા, કેન્દ્ર નંબર-100 વચ્છરાજપુરા પ્રા.શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–પાટડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.16-01-2023 સુધીમાં મામલતદાર કચેરી-પાટડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે