Republic Day – જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડી સુરજમલજી હાઇસ્કુલમાં કરાશે

Photo of author

By rohitbhai parmar

Republic Day – જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડી સુરજમલજી હાઇસ્કુલમાં કરાશે

Google News Follow Us Link

પ્રજાસત્તાક પર્વની ઉજવણી - જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડી સુરજમલજી હાઇસ્કુલમાં કરાશે

  • જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડી સુરજમલજી હાઇસ્કુલમાં કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરી-પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાટડીની સુરજમલજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટે જિલ્લા કક્ષાના આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે દરેક વિભાગોને પોતાના વિભાગની લાગુ પડતી કામગીરી સુપેરે નિભાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ તૈયાર કરવા તેમજ ટેબ્લો પ્રદર્શન ગોઠવવા અંગે પણ સંબંધિત અધિકારીઓને કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, પરેડ નિરીક્ષણ, વિવિધ વિભાગોના સ્ટોલ અને ટેબ્લો પ્રદર્શન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પૂર્વ સંધ્યાએ રોશની સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટરશ્રી દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એમ. રાયજાદા, પાટડી પ્રાંત અધિકારીશ્રી ભાવનાબા ઝાલા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટડી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link