Kandhasar – સુરેન્દ્રનગર જિલ્લાના કાંધાસર (સાંગાણી) ફાયરિંગ બટમાં અવર-જવર પર પ્રતિબંધ
- સુરેન્દ્રનગર જિલ્લાના કાંધાસર (સાંગાણી) ફાયરિંગ બટમાં અવર-જવર પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ માટે વર્ષ-2022ની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ સમયગાળા દરમિયાન ફાયરિંગ બટની નજીક અને તેની આજુબાજુ ફરતા એક માઈલ વિસ્તારમાં કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી હરવા-ફરવા પર, વાહન લઇને નીકળવા પર તેમજ પોતાના ઢોર-ઢાંખર ચારવા કે છુટા ફરવા દેવા પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ માટે વર્ષ-2022ની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ આગામી તારીખ-05/03/2023 સુધી જિલ્લાના ફાયરિંગ બટ માટે ફાળવેલ ગામ-કાંધાસર (સાંગાણી) તા. ચોટીલા, સર્વે નંબર-61 પૈકીની હે.7-13-30 આરે.ચો.મી વાળી પોલીસ ખાતાના નામ/કબજાવાળી જમીન (ફાયરિંગ બટ) ખાતે યોજાનાર છે. આથી ફાયરિંગ બટની નજીક તેમજ તેની આજુબાજુ ફરતા એક માઇલનાં વિસ્તારમાં ગોળીબારના સમયે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી હરવું ફરવું નહિ, વાહન લઇને નીકળવું નહીં તેમજ પોતાના ઢોર-ઢાંખર ચારવા નહિ કે છુટા ફરવા દેવા નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રનગર ખાતે જિલ્લાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું