Navodaya Vidyalaya – જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ પ્રક્રિયા શરૂ
જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2023-24માં ધોરણ-6માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા તા.29/04/2023ના રોજ યોજાશે. પ્રવેશ માટેની યોગ્યતા આ મુજબની રહેશે. જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ ઇચ્છતા ઉમેદવાર વર્ષ 2022-23 દરમિયાન ધોરણ-5 માં સરકારી/સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય, સરકારી કે સરકાર માન્ય શાળાના ધોરણ-3 અને 4માં પુરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલા હોવા જોઈએ.
જે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઇચ્છતા હોય તે જિલ્લાની શાળામાં ધોરણ-5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ તેમજ ઉમેદવાર તા.01/05/2011 અને 30/04/2013(બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલો હોવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 75% જગ્યાઓ અનામત, કન્યાઓ માટે 1/3 ટકા અને ઓ.બી.સી./ અનુ.જાતિ/ અનુ.જન.જાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ભારત સરકારશ્રીના નિયમાનુસાર જગ્યાઓ અનામત રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2023 છે. વધુ જાણકારી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પરથી મેળવી શકાશે એમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
ચોટીલામાં યોગ શિબિર, યોગ પે ચર્ચા, યોગ જાગરણ રેલી સહિત કાર્યક્રમોનું આયોજન