Yoga Jagran Rally – ચોટીલામાં યોગ શિબિર, યોગ પે ચર્ચા, યોગ જાગરણ રેલી સહિત કાર્યક્રમોનું આયોજન
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર, યોગ પે ચર્ચા, યોગ જાગરણ રેલી અને યોગ સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ અને જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે આજે યોગ જાગરણ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી નાથાભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુરેશભાઈ કુકડીયા અને ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલચર, ચોટીલા મામલતદારશ્રી અરુણ શર્મા તેમજ જિલ્લા યોગ કોર્ડીનેટર નીતા દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Climbing-Descent Competition – ચોટીલામાં રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં તૂટ્યા જૂના રેકોર્ડ