લીંબડી દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરાયું

Photo of author

By rohitbhai parmar

Height Hunt – લીંબડી દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરાયું

લીંબડી દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરાયું

  • ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ/બહેનોએ તારીખ 07/02/2023 ના રોજ સવારે 09:00 કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે ઉપસ્થિત રહેવું

જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-લીંબડીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર 14 વય જૂથના ખેલાડી એટલે કે તારીખ 01/01/2010 પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના અસાધારણ ઉંચાઈ ધરાવતા ભાઈઓ અને બહેનો માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હાઈટ હન્ટના માપદંડો અનુસાર 11 વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે 155 થી વધુ અને ભાઈઓ માટે 160 થી વધુ, 12 વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે 163 થી વધુ અને ભાઈઓ માટે 168 થી વધુ, 13 વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે 166 થી વધુ અને ભાઈઓ માટે 173 થી વધુ તેમજ 14 વર્ષની ઉંમર ધરાવતા બહેનો માટે 171 થી વધુ અને ભાઈઓ માટે 179 થી વધુ હાઇટ હોવી જોઈએ.

જેમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ/બહેનોએ જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સાથે તારીખ 07/02/2023 ના રોજ સવારે 09:00 કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

BBA અને B.Com.ના પેપર પૂર્વ CM રૂપાણીના ભત્રીજા ડૉ. મેહુલ અને ભાજપના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લની કોલેજમાંથી ફૂટ્યા હતા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link