Jawahar Navodaya Vidyalaya – ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો
- ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે મુદતમાં વધારો કરાયો
- તારીખ 08/02/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-6 (સત્ર 2023-24) માં પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31/01/2023 આપવામાં આવી હતી જેમાં વધારો કરીને હવે તારીખ 08/02/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો http://navodaya.gov.in અથવા http://cbseitms.rcil.gov.in/