શિવભક્ત: ટીવીની નાગિન બની ગઈ અંધારાની રાણી, બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં મૌની રૉયનો લુક જોઈ રૂંવાડા ઊભા થઈ જશે
અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રનું ટ્રેલર આજે રિલીઝ થયું. મૌની રોય આ ફિલ્મમાં જુનૂનનું પાત્ર ભજવી રહી છે. તેનો ફર્સ્ટ લુક બહાર આવ્યો છે.
- મૌની રોયનો ફર્સ્ટ લુક રિવીલ
- બ્રહ્માસ્ત્રમાં આવો હશે મોનીનો લુક
- બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.
બ્રહ્માસ્ત્ર અભિનેત્રી મોની રોયનું મોશન પોસ્ટર મંગળવારે ડિરેક્ટર અયાન મુખર્જીએ રિલીઝ કર્યું હતું. જેમાં ડિરેક્ટરે તેને ફિલ્મમાં સરપ્રાઈઝ પેકેજ ગણાવ્યું હતું. અયાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર રિલીઝ કરતી વખતે મૌનીના પાત્રનું નામ જાહેર કર્યું. ફિલ્મમાં તેનું નામ જુનૂન છે. આ સાથે તેણે કહ્યું કે આ ફિલ્મમાં તેનું પાત્ર એક સરપ્રાઈઝ પેકેજ હશે.
મૌનીનુ પોસ્ટર અયાન મુખર્જીએ કર્યું શેર
મૌની રોયનું મોશન પોસ્ટર શેર કરતા અયાન મુખર્જીએ લખ્યું, ‘મને લાગે છે કે ઘણા લોકો મોનીના જુનૂન વિશે ચર્ચા કરતા હોલની બહાર આવશે. ભગવાન શિવ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ઊંડી ભક્તિ ધરાવતી મોનીએ હંમેશા બ્રહ્માસ્ત્રને ખૂબ જ સ્વાભાવિક રૂપથી સમજ્યુ છે. તેણે આ ફિલ્મમાં પોતાના ભાગનું શાનદાર કામ કરીને બધાને ઘાયલ કરી દીધા છે.

ફિલ્મમાં મોની એક સરપ્રાઈઝ પેકેજ હશે
અયાને આગળ લખ્યું, ‘તેની સાથે મારી પહેલી મુલાકાત, મેં તેને બ્રહ્માસ્ત્રમાં ‘સ્પેશિયલ અપિયરન્સ’ ઓફર કરી હતી. છેવટે, તેણે અમારા પ્રથમ દિવસથી અમારા છેલ્લા શેડ્યૂલ સુધી અમારી સાથે શૂટ કર્યું, અને ખરેખર, તે ફિલ્મમાં એક સરપ્રાઈઝ પેકેજ છે!’

15 જૂને રિલીઝ થયું ટ્રેલર
પોસ્ટરમાં મૌની રોયનો લુક જોઈને લાગે છે કે આ ફિલ્મ દ્વારા તે બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવશે. તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જણાવી દઈએ કે દર્શકોએ અત્યાર સુધી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોશન પિક્ચર અને ગીતનો નાનો ભાગ જોયો છે. પરંતુ ચાહકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
વાઇરલ વીડિયો: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે નેશનલ ટીવી પર BFને પ્રપોઝ કર્યું, કરન કુંદ્રાએ કિસ કરી