Site icon સોહમ 24 ન્યુઝ

Surendranagar – સુરેન્દ્રનગરમાં શ્રી રાજનાથ મહાદેવ મંદિરે સ્ફટિક શિવલિંગની નૂતન પ્રાસાદમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

Shree Rajnath Mahadev Temple in Surendranagar performed Pran Pratistha in Nutan Prasad of Crystal Shivling.

Surendranagar – સુરેન્દ્રનગરમાં શ્રી રાજનાથ મહાદેવ મંદિરે સ્ફટિક શિવલિંગની નૂતન પ્રાસાદમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર શહેરના કુંથનાથ દેરાસર પાસે શ્રી રાજનાથ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન આચાર્ય શ્રી સનતકુમાર શાસ્ત્રીજી કે જેઓ લખતર રાજપુરોહિત તરીકે જાણીતા છે તેમના દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર સ્ફટિક શિવલિંગની નૂતન પ્રાસાદમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરાવેલ છે.

નવા જંકશન રોડ ઉપર આવેલ શ્રી રાજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ નામના દિવસે સવારે શિખર સ્થાપન, ધ્વજદંડ સ્થાપન, મંદિર શુદ્ધિકરણ, મૂર્તિઓના ન્યાસ અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા સવારે 11:30 કલાકે કરવામાં આવી હતી. આ મહોત્સવના મુખ્ય યજમાન અભિજીતસિંહ વનરાજસિંહ પઢિયાર તેમજ સહયજમાનમાં સુરેન્દ્રનગરના શિવભકતો જોડાયા હતા. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ પૂજન વિધિ, શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Janmashtami – સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવા રૂ.36.54 લાખનું ટેન્ડર મંજૂર કરાયું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version