લીંબડીમાં મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

Photo of author

By SOHAM 24 NEWS

લીંબડીમાં મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

  • પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા
  • દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી
  • ચોર ટોળકી ફરાર
લીંબડીમાં મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા
લીંબડીમાં મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

લીંબડી જૂના જકાતનાકા પાસે તળાવ કાંઠે આવેલા ગાયત્રી મંદિરના પટાંગણમાં બિરાજમાન પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા. દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. તૂટેલી દાનપેટી મંદિર બહાર રિક્ષામાં મૂકી ચોર ટોળકી ફરાર થઇ ગઇ હતી.

સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસે મેડીક્લેમ પોલિસી સાથે રોકડ રકમ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી

વહેલી સવારે મંદિરના પૂજારી મંદિરે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. દાનપેટીમાંથી મોટી રકમ નહીં હોવાથી પૂજારીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મહાદેવના મંદિરમાં ચોરીના બનાવથી શિવભક્તોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

વઢવાણ શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે વડ વૃક્ષ પ્રેમીનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

વધુ સમાચાર માટે…