સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસે મેડીક્લેમ પોલિસી સાથે રોકડ રકમ પરત કરી
પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી
- જોરાવરનગર પોલીસે મેડીક્લેમ પોલિસી સાથે રોકડ રકમ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી
- કોરો ચેક તેમજ મેડિક્લેમની ફાઇલ સાથે રોકડા રૂપિયા મળી આવ્યા હતા
જોરાવરનગર પોલીસે મેડીક્લેમ પોલિસી સાથે રોકડ રકમ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી જોરાવરનગર પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ ચમનલાલ નાનજીભાઇ તથા પો.કોન્સ સાહિલભાઇ મહંમદભાઈ જોરાવરનગર વિસ્તાર પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન જોરાવનગરના ખડપીઠ ચોક પાસેથી એક હસ્તાક્ષર કરેલ કોરો ચેક તેમજ મેડિક્લેમની ફાઇલ સાથે રોકડા રૂપિયા મળી આવ્યા હતા આથી આ બાબતે પોલીસે મૂળમાલિકને શોધી તેની ખરાઇ કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ
બાદમાં મૂળ માલિક રતનપર રહેતા કિશોરભાઈ ગોવિંદભાઈ મોઘરીયા હોવાનું ખુલવા પામતા પોલીસે તમામ ડોક્યુમેન્ટ સાથેની પોલીસી તેમજ રોકડ રકમ પરત કરીને પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર RTO ઓફિસ બહાર બોલાવી માથાકૂટ કરી હુમલો, ત્રણ ઈસમો સામે પોલીસ ફરીયાદ