Site icon સોહમ 24 ન્યુઝ

પોલીસના ત્રાસથી કંટાળી આપધાત

પોલીસના ત્રાસથી કંટાળી આપધાત

પોલીસના ત્રાસથી કંટાળી આપધાત

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા નિતિનગિરી વિનોદગિરી ગોસાઇ (ઉં.વ.34) નામના યુવાને હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં ઝંપલાવી આપધાત કરી લીધો હતો. મારતા પહેલાં યુવાન નિતિનગિરીએ એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં લખેલ હતું કે પોલીસમેનના ત્રાસથી કંટાળીને આ પગલું ભરું છું

ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.2.67 લાખનો ચેક અર્પણ કરાયો

હળવદ પોલીસે લાશને ડેમમાંથી બહાર કાઢી પી.એમ. માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પી.એમ. બાદ મૃતકના પરિવારજનોએ રોષે ભરાઈ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મૃતકના પરિવારજનોનું કહેવાનું હતું કે પોતાના પુત્રને ધમકી આપી મરવા મજબૂર કરનાર પોલીસમેન સામે તત્કાલ એફ.આઈ.આર. નોંધવાની માંગ કરી હતી. બાદમાં સમાજના આગેવાનો સાથે પોલીસ અધિકારીઓએ બેઠક કરી હતી અને તેમની માંગ મુજબ દોષિત સામે મારવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવતા પરિવારજનોએ મૃતક પુત્રની લાશ સ્વીકારી હતી.

સાયલા લાખાવાડ ગામેથી બંદૂક સાથે ઇસમને ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી

વધુ સમાચાર માટે…

Exit mobile version