સુરેન્દ્રનગર કલેકટર કચેરી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
વિદેશી દારૂ બાઈક સહિતનો રૂપિયા ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત
- વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ થતું હોવાની રાવ ઉઠી હતી
- એ ડીવીઝન પોલીસે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રની ઓફીસ પાસે વોચ ગોઠવી
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ થતું હોવાની રાવ ઉઠી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં વિસ્તાર ની શિવ દર્શન સોસાયટી નો સ સકશ વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરની એકટીવાની ડેકીમાં ભરી ટાગોર બાગથી દાળમિલ રોડ પર જતો હોવાની બાતમી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને મળી હતી આથી બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રની ઓફીસ પાસે વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતું સફેદ કલરનું એકટીવા ની પોલીસે રોકી એક્ટિવાની તલાશી લીધી હતી જેમાં એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો રૂપિયા 2000ની કિંમતની મળી આવી હતી આથી પોલીસે રતનપર ના ધર્મેશ ઉર્ફે કાનો રજનીકાંતભાઈ ની અટકાયત કરી બાઇક કિંમત 30000 સહિત રૂપિયા 32000 નો મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ મથકે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
-A.P : રોપોર્ટ