Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે

Surendranagar District – સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે

ભાંગફોડ સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે જૂની સાયકલો-વાહનોનો ઉપયોગ થતો અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ જૂની સાયકલ-વાહનોની લે-વેચ કરનાર વ્યક્તિઓ માટે ખરીદનાર-વેચનારની વિગતો ધરાવતા રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

તે જાહેરનામા અનુસાર રજિસ્ટરમાં વેચનારનું નામ-સરનામું અને વાહન વેચવાનું કારણખરીદનારનું પૂરુ નામ-સરનામું અને મોબાઈલ નંબરખરીદનારની ઓળખ અને રહેઠાણના પુરાવાની વિગતજુનુ વાહન ખરીદવા માટેનું કારણ અને તારીખતેમજ વાહનના એન્જિનચેસીસ નંબરમોડેલ અને રજિસ્ટ્રેશન નંબરની વિગતો ધરાવતી ઝેરોક્ષ સહિતની વિગતો રાખવી ફરજિયાત છે.

આ ઉપરાંતવાહન વેચાણકર્તાએ ખરીદનાર પાસેથી ઓળખનો એક પુરાવો મેળવી તેને ફરજિયાત બિલ આપવાનું રહેશે અને સ્થળપ્રત પોતાના કબજામાં રાખવાની રહેશે. બિલમાં ખરીદનારના નામ-સરનામુંસંપર્ક નંબર તેમજ વેચાણ બિલમાં વાહનની વિગત લખવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ હુકમ તારીખ 30/04/2023 સુધીનો રહેશે.

સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતા મજૂરોની માહિતી પૂરી પાડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version