સુરેન્દ્રનગર – નવરાત્રીમાં ફરજિયાત આધાર કાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર – નવરાત્રીમાં ફરજિયાત આધાર કાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

નવરાત્રીમાં ફરજિયાત આધાર કાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર - નવરાત્રીમાં ફરજિયાત આધારકાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

  • સુરેન્દ્રનગર હિન્દુ જાગરણ મંચે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી

સુરેન્દ્રનગર હિન્દુ જાગરણ મંચના મિતલભાઇ ચૂડગર, હરપાલસિંહ ઝાલા, મેહુલસિંહ ડોડીયા સહિતનાઓએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આવનાર નવરાત્રી પર્વ પર જિલ્લામાં અર્વાચીન દાંડિયા રાસ આયોજનો મોટી સંખ્યામાં થનાર છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે.

સુરેન્દ્રનગર - નવરાત્રીમાં ફરજિયાત આધાર કાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

આવા ગરબાઓમાં વિધર્મીઓ પોતે હિન્દુ નામ ધારણ કરી આવી હિન્દુ દિકરીઓ સાથે દોસ્તી કરી લવ જેહાદને અંજામ આપતા હોય છે. સરકારી આંકડા મુજબ નવરાત્રી પૂરી થયા બાદ 1થી 2 મહિના દરમિયાન દીકરીઓના શોષણ થવાના કિસ્સાઓની સંખ્યા વધી જાય છે. આથી તમામ અર્વાચીન દાંડિયા રાસના આયોજકો જે પણ પાસ ઇસ્યુ કરે તે તમામ પાસ ફરજિયાત પણે આધારકાર્ડ માગી તે મુજબ નામ અને સરનામાની વિગતો નોંધી પછી જ ઇસ્યુ કરે તે તમામ ઇસ્યુ કરેલા પાસ એક કોપી યાદી સ્વરૂપે પોતાની પાસે રાખે તેવુ જાહેરનામું બહાર પાડવા માગ કરી હતી.

સુરેન્દ્રનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link