સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
- દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો.
- સાલ ઓઠાડી તેમજ સ્મૃતિચિહ્ન આપીને આશિર્વચન પાઠવ્યા
- નિવૃત્તિ પામતા આચાર્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા પણ પાઠવી

દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો. દુધરેજ વડવાળા મંદિર ધામ સંચાલિત વડવાળા દેવ સરસ્વતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું
જેમાં દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી મહંત મુકુંદરામદાસજી બાપુએ હાજર રહીને નિવૃત્તિ લેતા બારોટ ભાનુમતિબેનને સાલ ઓઠાડી તેમજ સ્મૃતિચિહ્ન આપીને આશિર્વચન પાઠવ્યા હતા. આ વેળાએ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામદાસ બાપુ તેમજ મંડળના સભ્યો વજુભાઈ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહીને નિવૃત્તિ પામતા આચાર્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા પણ પાઠવી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ