સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ

Photo of author

By rohitbhai parmar

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ. વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં સુરેન્દ્રનગર જિલ્લામાં તા.01 ડિસેમ્બર, 2022 રોજ મતદાન યોજાયું હતું.

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ

  • ચૂંટણી અધિકારીશ્રી-ધ્રાંગધ્રા એમ.પી.પટેલ દ્વારા મતગણતરી કામગીરી/પૂર્વ તૈયારીઓ વિશે સઘન તાલીમ આપવામાં આવી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં સુરેન્દ્રનગર જિલ્લામાં તા.01 ડિસેમ્બર, 2022 રોજ મતદાન યોજાયું હતું. રાજ્યના તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.08 ડીસેમ્બર, 2022ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને સમાહર્તાશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે મતગણતરી માટે નિયુક્ત થયેલ માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, કાઉન્ટિંગ સુપરવાઇઝરની તાલીમ યોજાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ

350થી વધુ અધિકારી/કર્મચારીઓએ તાલીમ મેળવી

આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતગણતરીમાં રોકાયેલ અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતાં.

ધ્રાંગધ્રા ચૂંટણી અધિકારીશ્રી એમ.પી.પટેલ દ્વારા મત ગણતરી સંબંધિત કામગીરી/પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર દરેક પાસાને આવરી લેતી તાલીમ આપવામાં આવી હતી.

મતગણતરીના દિવસે કેવી રીતે કાર્ય કરવું અને મતગણતરી કામગીરીની પૂર્વ તૈયારીઓના ભાગરુપે ચૂંટણી પંચના નિયત નિર્દેશો વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર: લગ્નનાં પોશાકમાં મત આપવા આવેલા મતદારોએ અન્ય મતદારોને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાનાર છે. જિલ્લામાં 14 ટેબલ પર EVM ગણતરી અને 2 ટેબલ પર પોસ્ટલ બેલેટ ગણતરી એમ મળી કુલ 16 ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના અંદાજે 350થી વધુ અધિકારી/કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ

આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. કે. મજેતર, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ચૂંટણી

સાથે સંકળાયેલ વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ ચૂંટણી ફરજ પર નિમાયેલા અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મતગણતરી – સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, 315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link