મતગણતરી – સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, 315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે

Photo of author

By rohitbhai parmar

Vote Counting Process – સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, 315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે

મતગણતરી સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.સી.સંપટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 8 ડિસેમ્બરે 315 કર્મચારી ઉમેદવારોનું ભાવિ ઇવીએમ ખોલી જણાવશે.

Google News Follow Us Link

મતગણતરી: સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, 315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે

  • સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.સી.સંપટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
  • એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતગણતરી
  • 315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોએ પોતાનો ફેંસલો આપી દીધા બાદ હવે મતગણતરી પ્રક્રિયા હાથ ધરનાર છે.

સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 8 ડિસેમ્બરે 315 કર્મચારી ઉમેદવારોનું ભાવિ ઇવીએમ ખોલી જણાવશે.

હાલ મતગણતરી સ્થળ પોલીસ અને પેરામિલીટરી ફોર્સના ચાપતા બંદોબસ્ત તૈનાત કરાયો છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.સી.સંપટ દ્વારા મતગણતરી દિવસ

તા.08/12/2022 ના રોજ મત ગણતરી મથક એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારના 6:00

કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો વ્યવસ્થાની જાળવણી બાબતે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા અનુસાર મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં.

આ ઉપરાંત સભા ભરવી તેમજ સભાને સંબોધવી તથા સરઘસ કાઢી શકાશે નહીં. કોઈપણ વ્યક્તિ મતગણતરી મથકે વાહન લઈ જઈ શકશે નહીં.

માચીસ, લાઈટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ પણ મત ગણતરી મથક પર લઈ જઈ શકશે નહીં તેમજ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

આ ઉપરાંત મતગણતરીના દિવસે ઉમેદવાર કે ઉમેદવારના ટેકેદારો, રાજકીય પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા સંભવ હોય તો તેઓ દ્વારા મતગણતરીની કામગીરીમાં કોઈ અડચણ ઊભી કરી શકાશે નહીં.

આ જાહેરનામું ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓ, ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી, અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો તેમજ ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/પોલીસ અધિક્ષકશ્રી દ્વારા અધિકૃત કરાયેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/એમ્બ્યુલન્સ તથા અન્ય આકસ્મિક સેવા પૂરી પાડતા વાહનો, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરાયેલા વાહનોને આ જાહેરનામાના નિયમોનો અમલ કરવાનો રહેશે નહીં.

આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ 188 અંતર્ગત કાર્યવાહી થશે.

કુલ 62.19 ટકા મતદાન નોંધાયું

જિલ્લાની 5 બેઠકો પર મુખ્ય પક્ષો અને અપક્ષ સહિત કુલ 57 ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. મતદારોને મનાવવા શહેર તથા ગામડાઓ આગેવાનો અને કાર્યકર ખૂંદી વળ્યા હતા. જીલ્લાવાસીઓમાં આ વખત મતદાન કરવામાં ઉદાસીનતા જોવા મળી હતી.

જેના પરિણામે 14,42,3075 મતદારોમાંથી 3,96,404 મતદારોએ મતાધિકાર વાપરતા કુલ 62.19 ટકા મતદાન નોંધાયું હતું.

આમ મતદારોએ ઉમેદવારોનું ભાવિ મતપેટી શીલ કરી સુરક્ષિત કરાયું હતું.

63 મતગણતરીનો સ્ટાફ કાર્યરત રહેશે

ત્યારે આગામી 8 ડિસેમ્બરના રોજ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી શહેરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં થનાર છે. જેના માટે જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ આરંભ કરી દીધી છે.

જેના સ્ટાફની ફાળવણી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં એક વિધાનસભા વાઇઝ કુલ 63 મતગણતરીનો સ્ટાફ કાર્યરત રહેશે જેમાં 21 સુપરવાઇઝર, 21 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 21 માઇક્રો ઓબઝર્વર રહેશે.

315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે

આમ 5 બેઠક માટે 105 સુપરવાઇઝર, 105  કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 105 માઇક્રો ઓબઝર્વર એમ કુલ 315 કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જોડાશે.

08 ડિસેમ્બરે તેઓ સ્થળ પર 06:00 કલાકે હાજર થઇ ઇવીએમ ગોઠવવાની કાર્યવાહી બાદ સવારે 08 કલાકે મતગણતરી હાથ ધરાશે.

જ્યારે સાંજે 06:00 કલાક સુધીમાં જિલ્લાના વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

આમ હાલ જિલ્લામાં ઓછા મતદાન બાદ આગેવાનો અને કાર્યકરોમાં મતદારોનો ઝોંક કોના તરફે રહ્યાની મૂંઝવણ છે. જિલ્લાના મતદારોએ કોને પોતાનો ધારાસભ્ય તરીકે ચૂંટ્યા તે જાણવા તાલાવેલી છે.

હાલ ઇવીએમમાં સચવાયેલું પરિણામ જિલ્લાના ભાવિ ભરેલા નાળિયેર જેવું છે.

સુરેન્દ્રનગર ચંદ્રેશભાઇ પટેલ-વડીલોને ધાર્મિક સ્થળોની વિનામુલ્યે યાત્રા કરાવવાનું યુવાનનું સેવાકાર્ય

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link