કોલ્ડ વેવથી બચવા રક્ષણાત્મક પગલાં અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

Photo of author

By rohitbhai parmar

Cold Wave – કોલ્ડ વેવથી બચવા રક્ષણાત્મક પગલાં અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

Google News Follow Us Link

કોલ્ડ વેવથી બચવા રક્ષણાત્મક પગલાં અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

  • કોલ્ડ વેવથી બચવા રક્ષણાત્મક પગલાં અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

રાજયમાં હાલ ઠંડીની અસર વર્તાઇ રહી છે ત્યારે શીતલહેરથી બચવા લોકોએ રક્ષણાત્મક પગલાં લેવા જરૂરી છે. જે અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા નાગરીકોને આરોગ્યની સાચવણી માટે કેટલાક જરૂરી નિર્દેશ જારી કરાયા છે.

ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપી નો ઉપયોગ કરવો. વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃદ્ધ તેમજ બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૂમના બારી બારણા બંધ રાખવા. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું. ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને / ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી.

ઠંડી દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તેલી પદાર્થોનો ઉપયોગ કરવો. શક્ય હોય તો સાદા સાબુના બદલે ગ્લિસરીન યુક્ત સાબુનો ઉપયોગ કરવો.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-51 ના જમીન સંપાદનના કામે રી-સર્વે કેમ્પ યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link