સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-51 ના જમીન સંપાદનના કામે રી-સર્વે કેમ્પ યોજાશે

Photo of author

By rohitbhai parmar

Re-survey camp – સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-51 ના જમીન સંપાદનના કામે રી-સર્વે કેમ્પ યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-51 ના જમીન સંપાદનના કામે રી-સર્વે કેમ્પ યોજાશે

  • ખાતેદારો રી-સર્વેમાં 7/12માં ક્ષતિ સુધારા માટે વાંધા અરજી આપી શકશે

ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.-51 (લીંબડી – વઢવાણ – સુ.નગર – ધ્રાંગધ્રા – કુડા રોડ) ના જમીન સંપાદનના કામે રી-સર્વે વાંધા અરજી સ્વીકારવા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

કચેરીના સર્વેયર દ્વારા સવારે 11:00 થી 5:00 સુધી વિવિધ ગામોમાં કેમ્પ યોજાશે. જે અંતર્ગત બાકરથળી ગામના ખાતેદારો માટે તા.19/01/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-બાકરથળી ખાતે, દુધરેજ ગામના ખાતેદારો માટે તા.20/01/2023ના રોજ ડી.આઈ.એલ.આર કચેરી, સર્વે ભુવન-સુરેન્દ્રનગર ખાતે, મૂળચંદ ગામના ખાતેદારો માટે તા.21/01/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-મૂળચંદ ખાતે, રાજપર ગામના ખાતેદારો માટે તા.23/01/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-રાજપર ખાતે, કટુડા ગામના ખાતેદારો માટે તા.24/01/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-કટુડા ખાતે, લટુડા ગામના ખાતેદારો માટે તા.25/01/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-લટુડા ખાતે, ભદ્રેશી ગામના ખાતેદારો માટે તા.02/02/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-ભદ્રેશી ખાતે, નાના કેરાળા ગામના ખાતેદારો માટે તા.03/02/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-નાના કેરાળા ખાતે, સાંકળી ગામના ખાતેદારો માટે તા.04/02/2023 ના રોજ ગ્રામ પંચાયત કચેરી-સાંકળી ખાતે કેમ્પ યોજાનાર છે.

કેમ્પમાં ઉપરોક્ત ગામના ખાતેદારોને રી-સર્વેમાં 7/12માં ક્ષતિ આવેલ હોય તેવા ખાતેદારો પોતાના 7/12 સાથે કેમ્પમાં રી-સર્વે ક્ષતિ સુધારા વાંધા અરજી આપી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.

GJ-13-BD સિરીઝના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link