ભ્રષ્ટાચારની શંકા: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશના નિવાસસ્થાને CBIના દરોડા, અનેક ફરિયાદોના પગલે કાર્યવાહી, સુરતથી એક વેપારીની ધરપકડ

Photo of author

By rohitbhai parmar

ભ્રષ્ટાચારની શંકા: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશના નિવાસસ્થાને CBIના દરોડા, અનેક ફરિયાદોના પગલે કાર્યવાહી, સુરતથી એક વેપારીની ધરપકડ

Google News Follow Us Link

Suspicion of corruption: CBI raids the residence of former Collector of Surendranagar K. Rajesh, action taken following several complaints, arrest of a trader from Surat

  • સુરેન્દ્રનગર ઉપરાંત ગાંધીનગર, સુરત અને તેમના વતન આંધ્રપ્રદેશમાં પણ એકસામટા દરોડા
  • વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાનું સીબીઆઇનું તારણ

સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે રહી ચૂકેલા IAS અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા. જેને લઈ ખળભળાટ મચ્યો છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત તેમના વતનમાં એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે. જમીનની ફાઈલો ક્લીયર કરવામા તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. IAS કે રાજેશ સામે ફરિયાદ મામલે CBIએ સુરતથી વેપારી રફીક મેમણની ધરપકડ કરી છે. ત્યારે વેપારીને ગાંધીનગર ખાતે લઈ આવી આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સીબીઆઈનાં સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાત કેડરનાં 2011ની બેંચના IAS અધિકારી કે. રાજેશના નિવાસસ્થાને ગઇકાલથી દરોડા પાડવામાં આવ્યાં છે. સીબીઆઈનાં દિલ્હી યુનિટ દ્વારા તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ભૂમાફિયાઓમાં દોડધામ: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચેકિંગમ‍ાં વાહનો સાથે 1 કરોડનો મુદ્દામાલ પકડાયો

સુત્રોના કહેવા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન તેઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરાયા હતા. તેમજ અનેક ફરિયાદો પણ થઇ હતી. આ પછી તેઓને રાજ્યના ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી વિભાગમાં ફરિયાદ થતાં તેઓની બદલી કરી નાખવામાં આવી હતી. હાલ તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના વિરુદ્ધ અધિક મુખ્ય સચિવની રેન્જના અધિકારી મારફત ઉચ્ચ સ્તરીય તપાસ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન સીબીઆઈએ એકસામટા દરોડા પાડ્યા હતા.

સુત્રોના જણાવ્યાં મુજબ સુરેન્દ્રનગરમાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જમીનની ફાઈલો ક્લીયર કરવાના અને હથિયારના લાયસન્સ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો હતી. તમામ પ્રાથમિક ફરિયાદો પર તપાસ કર્યા બાદ દિલ્હી યુનિટ ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેના આધારે દિલ્હી યુનિટની ટીમ ગઇકાલે ગાંધીનગર આવી હતી. ત્યારબાદ એકસામટા દરોડા શરુ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં કેટલાક વચેટીયા પણ સામેલ હોવાની માહિતી મળી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન ભ્રષ્ટાચારને લગતા દસ્તાવેજો મળી આવવાની અને તેના આધારે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Suspicion of corruption: CBI raids the residence of former Collector of Surendranagar K. Rajesh, action taken following several complaints, arrest of a trader from Surat

જમીન સોદા, હથિયાર લાયસન્સના લાંચ લેવાના પ્રકરણ ઉપરાંત અન્ય કેટલાક પ્રકરણની પણ તપાસ સીબીઆઈ કરી રહી છે તેમ જાણવા મળ્યું છે. મૂળ આંધ્રપ્રદેશના વતની કે. રાજેશ પર દરોડા કાર્યવાહીને પગલે સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ સર્જાયો છે. વચેટીયાઓ મારફત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સીબીઆઈના ધ્યાને આવ્યું છે જેથી સુરેન્દ્રનગરનાં અનેક માથાઓ પણ ભૂગર્ભ ઉતરી ગયા હોવાની ચર્ચા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશને ત્યાં સીબીઆઈને દરોડા પાડ્યા છે. 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. આ દરમિયાન હથિયાર પરવાના લાયસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાયસન્સ બેફામ રીતે આપી દેવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સીબીઆઇની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખી અને સર્કિટ હાઉસ ખાતે અરજદારોના નિવેદનો લઇ રહી છે.

ઋતુનો સૌથી ગરમ દિવસ: બુધનો સૂર્ય ભારે; ઝાલાવાડમાં 46 ડિગ્રી ગરમી, સવારથી સાંજ સુધીમાં 18.2 ડિગ્રીની વધઘટ રહી

બીજી તરફ નિવેદનો બાદ અંદાજિત 11થી વધુ લોકોએ ગેરરીતિ સામે અવાર-નવાર સરકારમાં પણ આ મામલે રજૂઆત કરી હતી. કે.રાજેશ ઉપર પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. હથિયાર પરવાના મામલે વિવિધ પ્રકારની માગણીઓના જિલ્લા કલેકટર તરીકે ફરજ દરમિયાન કે.રાજેશના ફોટા પણ વાયરલ થયા હતા. આ મામલે સીબીઆઈમાં અરજદારો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ સ્થળ ઉપર સીબીઆઈના કર્મચારીઓ-અધિકારીઓએ ધામા નાખી અને છેલ્લા ચાર મહિનાથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે લોકોએ ફરિયાદ દાખલ કરી છે તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.

Road Rage Case: સિદ્ધુએ સરન્ડર કરવા માટે માંગ્યો થોડા અઠવાડિયાનો સમય, સુપ્રીમે ઝડપી સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link