સ્વર કોકિલાનું હેલ્થ અપડેટ: લતા મંગેશકરના સ્પોકપર્સને કહ્યું, ‘તેમની તબિયત ખરાબ હોવાની વાત ખોટી, દીદીની હાલત સ્થિર છે’
ભારત રત્ન લતા મંગેશકરને 8 જાન્યુઆરીના રોજ કોરોના તથા ન્યુમોનિયા થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU (ઇન્ટેસિવ કૅર યુનિટ)માં છે. રવિવાર, 16 જાન્યુઆરીએ એવી વાત સામે આવી કે તેમની તબિયત બગડી ગઈ છે. જોકે, લતાજીના સ્પોકપર્સને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એમ કહ્યું હતું કે દીદીની તબિયત સ્થિર છે.
- લતા મંગેશકર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ
- લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા થતાં ICU માં છે.
- લતા મંગેશકરએ 30 હજારથી વધુ ગીતો ગાયા છે.
- ભારત રત્નથી સન્માનિત અને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.
ભારત રત્ન લતા મંગેશકરને 8 જાન્યુઆરીના રોજ કોરોના તથા ન્યુમોનિયા થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU (ઇન્ટેસિવ કૅર યુનિટ)માં છે. રવિવાર, 16 જાન્યુઆરીએ એવી વાત સામે આવી કે તેમની તબિયત બગડી ગઈ છે. જોકે, લતાજીના સ્પોકપર્સને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એમ કહ્યું હતું કે દીદીની તબિયત સ્થિર છે.
સ્પોકપર્સને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, ‘ખોટા સમાચારો જોઈને દુઃખ થાય છે. મહેરબાની કરીને ધ્યાન આપો કે લતાદીદીની હાલત સ્થિર છે. ICUમાં બેસ્ટ ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. મહેરબાની કરીને તેઓ જલ્દી ઘરે આવે તે માટે પ્રાર્થના કરો.’
92 વર્ષીય લતા મંગેશકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICUમાં દાખલ
ઘરે પૂજા-પાઠ કરીએ છીએઃ આશા ભોસલે:-
લતા મંગેશકરના નાના બહેન આશા ભોસલેએ કહ્યું હતું, ‘આ રીતની વાતો ખોટી છે. મેં 30 મિનિટ પહેલાં જ ભાભી, અર્ચના તથા ઉષા સાથે વાત કરી હતી. આપણે તમામે દીદીની સલામતી માટે પ્રાર્થના કરવી જોઈએ. તે અમારા પરિવારમાં બધાના માતા સમાન છે. તેમના ઘરે શિવ ભગવાન બેસાડેલા છે અને તેઓ સાજા થઈ જાય તે માટે પૂજા-પાઠ કરીએ છીએ.’
લતા મંગેશકરની હાલતમાં સુધારો થઈ રહ્યો છેઃ સ્વાસ્થ્ય મંત્રી:-
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ 16 જાન્યુઆરી, રવિવારે કહ્યું હતું, ‘લતા મંગેશકરની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. મેં બ્રીચ કેન્ડી હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરીને અને તેમણે હેલ્થ અપડેટ આપ્યું હતું. મેં તેમને કહ્યું હતું કે ગાયિકાની તબિયત અંગે હેલ્થ અપડેટ આપવું જોઈએ, કારણ કે ચાહકો તેમના સ્વાસ્થ્ય અંગે જાણવા માગે છે. લતાજીના પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ જ હોસ્પિટલ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી શકે છે.’
હજી થોડાં દિવસ હોસ્પિટલમાં રહેશે:-
ડૉક્ટર પ્રતીત સમધાનીના જણાવ્યા પ્રમાણે, 92 વર્ષીય લતા મંગેશકરને હજી સારસંભાળની જરૂર છે અને તેથી જ ICUમાં થોડાં દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેમની તબિયત પહેલાં જેવી છે. હાલ કોઈ પણ વ્યક્તિ તેમને મળી શકતી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડૉક્ટરે લતા મંગેશકર જલ્દી સાજા થઈ જાય તે માટે ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું હતું.
કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે હાર્ટ એટેક આવતાં અંતિમ શ્વાસ લીધા
કેવી રીતે કોરોના થયો?:-
લતા મંગેશકર સ્ટૂડિયોઝ એન્ડ મ્યૂઝિકના CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર) મયુરેશ પઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે. દીદી, તેમના બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. ઘરમાં કામ કરતાં હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યા હતા. આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે.
2019માં દાખલ થયા હતા:-
ડૉક્ટર્સે કહ્યું હતું કે તેઓ ઠીક થઈ જશે, પરંતુ ઉંમરને કારણે થોડો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને હાઉસ હેલ્પરને કારણે ચેપ લાગ્યો હતો. 2019માં લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં તે 28 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં. લતા મંગેશકરને 8 જાન્યુઆરી, શનિવારના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.
2001માં ભારત રત્નથી સન્માનિત થયા હતા:-
લતાજીને સંગીતની દુનિયામાં 92 વર્ષ થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયા છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.
જીવદયા પ્રેમીની અનોખી ઓફર; 1 કિલો પતંગની દોરીનું ગૂંચડું આપી જાવ અને ફ્રીમાં ભારોભાર નાસ્તો લઈ જાવ