Tech Tips – વાયરલ તસવીરોની ઓળખ સરળ રીતે થઇ શકે છે, તસવીર એઆઇ છે કે કેમ તેની માહિતી મળી જશે

Photo of author

By rohitbhai parmar

Tech Tips – વાયરલ તસવીરોની ઓળખ સરળ રીતે થઇ શકે છે, તસવીર એઆઇ છે કે કેમ તેની માહિતી મળી જશે

Google News Follow Us Link

Viral images can be identified easily, information will be found whether the image is AI

  • ફ્રી ટૂલ્સની મદદથી એઆઇ તસવીરોની ઓળખ થઇ શકશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ ટેકનોલોજીના કારણે એકબાજુ લોકોની કામગીરીને સરળ બનાવી દીધી છે તો બીજી તરફ તેના કારણે કેટલીક ખોટી માહિતી પણ ફેલાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં એઆઇ જનરેટેડ ફેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં જોવા મળે છે. એઆઇ જનરેટેડ તસવીરો એટલી કુશળતા સાથે બનાવવામાં આવે છે કે આને પ્રથમ વખતમાં તો ઓળખવામાં પણ તકલીફ પડે છે. આ જ કારણસર હાલમાં આ ફોટોના કારણે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવવા માટેની કામગીરી કરી રહ્યા છે.

લોકપ્રિય સેલિબ્રિટીઓ અને નેતાઓના બનાવટી ફોટો બનાવીને પણ લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં આ જરૂરી છે કે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી દરેક તસવીરને પ્રમાણિક ગણવામાં ન આવે. જો કોઈ તસવીર જોઈને તમને શંકા થઇ રહી છે તે તમે કેટલી આ સરળ રીતનો ઉપયોગ કરીને તસવીરોની ઓળખ કરી શકો છો.

Commencement of Chotila Utsav-2024 – પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા

એઆઇ જનરેટેડ ફોટોની ઓળખ કરવા માટેની કેટલીક સરળ રીત

  1. સૌથી પહેલા ફોટોના સોર્સને શોધો

કોઇ તસવીર એઆઇ જનરેટેડ છે કે કેમ તેની ઓળખ કરવાની સરળ રીત એ છે કે તમે તેના સોર્સની માહિતી મેળવો. આના માટે તમે ગૂગલ ઇમેજ રિવર્સ સર્ચ, તેની આઇ અથવા તો યેનડેક્સ જેવા ટૂલનો પ્રયોગ કરીને રિવર્સ ઇમેજ સર્ચ કરી શકો છે.

  1. ડિસ્ક્રિપ્શન, વોટરમાર્ક ચેક કરો

એઆઇ ફોટો બનાવનાર કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે ફોટોના ઓરિજિનની માહિતી આપે. ફોટોના ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ, વોટરમાર્ક અને કીવર્ડમાં તેના એઆઇ હોવાની માહિતી હોય છે.

  1. ફિઝિકલ ડિસ્ટોર્શનમાં ખામી દેખાશે

એઆઇનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. જો કે હજુ પરફેક્ટ નથી. તમે ફોટોમાં ફિઝિકલ ભૂલો શોધીને પણ તેની ઓળખ કરી શકે છે. એઆઇ ફોટોમાં તમે આંખ, દાંત, આંગળીમાં ખામી દેખાઇ આવશે. સામાન્ય રીતે એઆઇ ઇમેજમાં છ આંગળીઓ જોવા મળી જશે.

Viral images can be identified easily, information will be found whether the image is AI

  1. એઆઇ ફોટોના બેકગ્રાઉન્ડ જુઓ

એઆઇ હંમેશા ફોટોના ફ્રન્ટ બનાવવામાં વધારે પ્રયાસ કરે છે. જેથી બેકગ્રાઉન્ડનુ ચિત્ર ધુંધળું અને અસ્પષ્ટ દેખાય છે. તમે જો ધૂંધળાં ચિત્રોને સ્કેન અથવા તો ઝૂમ કરીને જોશો તો તમને કેટલીક અસામાન્ય ચીજો દેખાઇ આવશે.

  1. એઆઇ ફોટો વધારે સ્પષ્ટ દેખાય છે

ફોટો બનાવતી વેળા એઆઇ હમેશાં લાઇટનો ઉપયોગ કરે છે. આના કારણે ફોટો સામાન્ય કરતા અલગ બનાવટી દેખાય છે. ધ્યાનથી જોવામાં આવ્યા બાદ એઆઇ ફોટોને ઓળખી શકાય છે. એઆઇ ટેક્સ્ટના મામલામાં કમજોર છે.

  1. એઆઇ-ડિટેક્શનનો ઉપયોગ કરો

એઆઇ જનરેટેડ ફોટોની ઓળખ કરવા માટે આ એક ઓટોમેટિક અને સરળ રીતે છે. માઇક્રોસોફ્ટ વીડિયો ઓથેન્ટિકેટર, એઆઇ અને નોટ જેવા સોફ્ટવેર છે. જે એઆઇ ફોટો અંગે માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત એઆઇ ડિટેક્ટર ક્રોમ એક્સટેન્શન સારા વિકલ્પ તરીકે છે.

Wadhwan – વઢવાણ ગેબનશાપીર સર્કલની વચ્ચે લાઇટો બંધ રહેતા અંધારપટ્ટ છવાયો

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link