Site icon સોહમ 24 ન્યુઝ

ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં, હવે કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય

ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં, હવે કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય

સુપ્રસિદ્ધ સાળંગપુર (salangpur) શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર (shree kashtabhanjan dev hanumanji mandir) માં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બની રહ્યું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના 300 જેટલા મજુરો દિવસ રાત કામ કરી રહ્યા છે. પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું આ રસોડું બનશે.

Google News Follow Us Link

બોટાદ :

સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બની રહ્યું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના 300 જેટલા મજુરો દિવસ રાત કામ કરી રહ્યા છે. પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું આ રસોડું બનશે.

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી ધામ, જ્યાં દેશવિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહિયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂ. 35 થી 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.

83 Trailer Out: આઝાદી બાદ વિદેશની ધરતી પર આટલું સન્માન, ફિલ્મનું 83નું ટ્રેલર જોઈને ફેન્સે કહ્યું – HIT છે

આ હાઈટેક ભોજનાલાયમાં એક સાથે 5 હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે અને શ્રદ્ધાળુઓને લાઈનમાં પણ ઉભું નહિ રહેવું પડે. દિવાળી પહેલા સમગ્ર કામગીરી પૂર્ણ થશે તેવું સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામીએ જણાવ્યું.

– આ ભોજનાલયની વિશેષતા જોઈએ તો….

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

ખાસ ટેકનોલોજીથી બનશે રસોઈ:

આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. જેથી આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવનાર છે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પચીએ ઓઈલ કિચનમાં આવે છે જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે.

ગુજરાતમાં માવઠું, અમદાવાદ સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version