ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના શુક્રવારે થશે અંતિમ સંસ્કાર, ગુરૂવારે દિલ્હી પહોંચશે પાર્થિવ શરીર

Photo of author

By SOHAM 24 NEWS

Table of Contents

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના શુક્રવારે થશે અંતિમ સંસ્કાર, ગુરૂવારે દિલ્હી પહોંચશે પાર્થિવ શરીર

CDS Bipin Rawat Death: શુક્રવારે જનરલ રાવતનો મૃતદેહ તેમના આવાસ પર લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. લોકો સવારે 11 કલાકથી બપોરે 2 કલાક સુધી તેમને અંતિમ સલામી આપી શકશે.

Google News Follow Us Link

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના શુક્રવારે થશે અંતિમ સંસ્કાર, ગુરૂવારે દિલ્હી પહોંચશે પાર્થિવ શરીર

  • તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં બુધવારે હેલીકોપ્ટર દુર્ઘટના
  • ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના નિધન
  • સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હી છાવણીમાં કરવામાં આવશે.

તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં બુધવારે હેલીકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના નિધન થયા છે. તેમાં વાયુસેનાના એમઆઈ-17 હેલીકોપ્ટરના પાયલટ અને સીડીએસના વરિષ્ઠ સ્ટાફ તથા સુરક્ષાકર્મી સામેલ છે. દુર્ઘટનામાં એકમાત્ર બચેલા ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું તમિલનાડુમાં સેનાની વેલિંગટન સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રક્ષા મંત્રી સાથે દેશના રાજનેતાઓ તથા પૂર્વ સૈન્ય અધિકારીઓએ જનરલ રાવતના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે.

શુક્રવારે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર

સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હી છાવણીમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને ગુરૂવારે સાંજ સુધી એક સૈન્ય વિમાનથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાવવામાં આવશે. મૃતદેહોને શુક્રવારે તેમના ઘરે લાવવામાં આવશે અને લોકોને સવારે 11 કલાકથી બપોરે 2 કલાક સુધી શ્રદ્ધાંજલિ આપવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ એક અંતિમ સંસ્કાર જુલૂસ કામરાજ માર્ગથી દિલ્હી છાવણીમાં બરાર સ્ક્વાયર સ્મશાન સુધી કાઢવામાં આવશે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના શુક્રવારે થશે અંતિમ સંસ્કાર, ગુરૂવારે દિલ્હી પહોંચશે પાર્થિવ શરીર

દેશના પ્રથમ સીડીએસને સીસીએસની બેઠકમાં આપવામાં આવી શ્રદ્ધાંજલિ

જનરલ રાવતનું મૃત્યુ ભારતીય સશસ્ત્ર દળો માટે એક મોટો આંચકો છે કારણ કે તેઓ તેમના હિંમતવાન અને અડગ વલણ માટે સશસ્ત્ર દળોમાં લોકપ્રિય હતા. તેમને ચીન અને પાકિસ્તાનના સૈન્ય પડકારોનો આક્રમક જવાબ આપવાની વ્યૂહરચનાના મજબૂત સમર્થક માનવામાં આવતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે ભારતીય વાયુસેનાના જનરલ રાવત સહિત 13 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની ઇમરજન્સી બેઠક બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી અને દેશની ભાવિ લશ્કરી વ્યૂહરચના અને નેતૃત્વ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. સીસીએસની બેઠકમાં બે મિનિટનું મૌન પાળીને દેશના ટોચના આર્મી ઓફિસરને ભાવુક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ. જયશંકરની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ હાજર રહ્યા હતા.

સતત બીજા દિવસે કારોબારની તેજી વચ્ચે આ શેર્સ ઉપર રાખવી જોઈએ નજર

જનરલ બિપિન રાવત એક ઉત્તમ સૈનિક અને સાચા દેશભક્ત હતા

પીએમ નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે જનરલ બિપિન રાવત એક ઉત્કૃષ્ટ સૈનિક અને સાચા દેશભક્ત હતા. તેમણે આપણા સશસ્ત્ર દળો અને સુરક્ષા વ્યવસ્થાના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વ્યૂહાત્મક બાબતો પ્રત્યેની તેમની સમજ અને અભિગમ અસાધારણ હતો. ભારતના પ્રથમ CDS તરીકે, તેમણે સંરક્ષણ સુધારા સહિત આપણા સશસ્ત્ર દળો સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર કામ કર્યું. તેમને સેનામાં સેવા કરવાનો લાંબો અનુભવ હતો. ભારત તેમની અસાધારણ સેવાઓને ક્યારેય ભૂલી શકશે નહીં.

ગોંડલમાં વહેલી સવારે અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ક્યાં ક્રેશ થયું હેલીકોપ્ટર?

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે. આ કારણ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.

હેલીકોપ્ટરમાં બિપિન રાવત સાથે કોણ-કોણ હતા?

આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા.

શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

ક્યાં જઈ રહ્યા હતા બિપિન રાવત?

જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ 

ક્યારે સીડીએસ બન્યા હતા બિપિન રાવત?

બિપિન રાવત 1 સપ્ટેમ્બર 2016ના આર્મીની વાઇસ ચીફનું પદ સંભાળ્યું અને 31 ડિસેમ્બર 2016ના ઇન્ડિયન આર્મીના 26માં ચીફની જવાબદારી સંભાળી હતી. તો 30 ડિસેમ્બર 2019ના તેમને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા હતા. રાવતે 1 જાન્યુઆરી 2020ના સીડીએસનો કાર્યભાર સંભાળ્યો હતો.

RBI Monetary Policy: સામાન્ય માણસ માટે કોઈ રાહત નહીં, રેપો રેટ 4 ટકા જ રહેશે, રિઝર્વ બેંકની જાહેરાત

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link