કારોબારી ચેરમેનના કારખાનામાં જુગારધામ ઝડપાયું

Photo of author

By SOHAM 24 NEWS

કારોબારી ચેરમેનના કારખાનામાં જુગારધામ ઝડપાયું

  • કારખાનામાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની 14 બોટલ મળી
  • કારખાનાની ઓફિસમાં જુગાર અંગે રેડ કરવામાં આવી
  • મિનરલ વોટર નામનું કારખાનું ધરાવતા હળવદ નગરપાલિકાનાં ચૂંટાયેલા સદસ્ય છે
કારોબારી ચેરમેનના કારખાનામાં જુગારધામ ઝડપાયું
કારોબારી ચેરમેનના કારખાનામાં જુગારધામ ઝડપાયું

એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ‘માં બેવરેજીસ’ નામના મિનરલ વોટરના કારખાનાની ઓફિસમાં જુગાર અંગે રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી લીધા હતા. રોકડા રૂપિયા 2,01,000 તથા મોબાઈલ અને પાંચ મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 3,33,000 નો મુદ્દામાલ કબજે કરેલ હતો. ઉપરાંત કારખાનાના માલિક અશ્વિન ઇશ્વરભાઇ કણઝરિયાને સાથે રાખી
કારખાનામાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની 14 બોટલ મળી આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

અત્રે ઉલ્લેખનીય છે કે મિનરલ વોટર નામનું કારખાનું ધરાવતા અશ્વિન ઇશ્વરભાઇ કણઝરિયા હળવદ નગરપાલિકાનાં ચૂંટાયેલા સદસ્ય છે અને કારોબારી ચેરમેન તરીકેનો હોદ્દો પણ ધરાવે છે.

સુરેન્દ્રનગરમાં માસ્ક વગર ફરતા નાગરિકોને રૂ. 500 દંડ ભરવા ઘરે મેમો આવ્યો

વધુ સમાચાર માટે…