વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન રોડ અને કલ્યાણ નગર વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું
- સુરેન્દ્રનગર નવા જંકશન અને કલ્યાણ નગર વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું.
- વૃક્ષનું જતન કરવા માટે ટ્રી ગાર્ડની પણ વ્યવસ્થા
- વૃક્ષોની નિયમિત પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા

સુરેન્દ્રનગર નવા જંકશન અને કલ્યાણ નગર વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું. સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર આવેલ તેમજ ગાયત્રી મંદિર પાસે આવેલ કલ્યાણ નગર વિસ્તારમાં જુદા-જુદા વૃક્ષો વાવીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડામાં થાપણદારોએ સમાજમાં દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો
આ વિસ્તારમાં તારીખ 28 જૂનને સોમવારના રોજ જુદા-જુદા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફાલ્કન ટ્રસ્ટના સહયોગથી પણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષનું જતન કરવા માટે ટ્રી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને વૃક્ષોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. તેમજ વૃક્ષોની નિયમિત પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવીને સુરેન્દ્રનગરને હરિયાળું બનાવવાનું સરાહનીય પગલું ભરતાં સ્થાનિક લોકોએ આ કામગીરીને આવકાર આપ્યો છે.