વઢવાણ સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડામાં થાપણદારોએ સમાજમાં દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો
- શરતચૂકથી આવેલા રૂપિયા 10,000 પરત ચૂકવીને દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો.
- 14,500 રૂપિયા ઉપાડવા ગયા ત્યારે શરતચૂકથી 24,500 રૂપિયા આવી ગયા
- માનવતાના ધોરણે રૂપિયા 10,000 બેંકમાં પરત

સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડામાં થાપણદારોએ શરતચૂકથી આવેલા રૂપિયા 10,000 પરત ચૂકવીને દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો. સુરેન્દ્રનગરની બેંક ઓફ બરોડાના બેન્કમાં પૈસા ઉપાડવા ગયેલી થાપણદારોને શરતચૂકથી 10,000 રૂપિયા વધુ ચૂકવી દેવામાં આવ્યા બાદ અરજદારે માનવતાના ધોરણે રૂપિયા 10,000 બેંકમાં પરત કરીને સમાજમાં એક દ્રષ્ટાંતરૂપ દાખલો બેસાડયો છે.
વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ
આ બનાવમાં રણછોડભાઈ ચૌહાણ અને કિશોરભાઈ પંચોલી બેંક ઓફ બરોડામાં 14,500 રૂપિયા ઉપાડવા ગયા ત્યારે શરતચૂકથી 24,500 રૂપિયા આવી ગયા બાદ તેઓએ રૂપિયા 10,000 રૂપિયા બેંકના મેનેજર નટવાડીયા તથા કેશિયર મેડમને પરત આપી સમાજમાં દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો છે.
ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.2.67 લાખનો ચેક અર્પણ કરાયો