વઢવાણ સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલુમ રોડ ઉપર મસમોટો ખાડો પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય
- સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલુમ રોડ ઉપર મસમોટો ખાડો
- વાહનચાલકોને અકસ્માતનો ભય
- પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
- પ્રથમ વરસાદમાં જ રોડનું ધોવાણ

સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલુમ રોડ ઉપર મસમોટો ખાડો પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય રીપેરીંગ કરવાની લોકમાંગ ઊઠી. સુરેન્દ્રનગર શહેરમાં આગામી દિવસોમાં ચોમાસાને ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના હાર્દસમા વિસ્તારમાં અને સતત વાહનોની ધમધમતા હેન્ડલૂમ રોડ ઉપર પ્રથમ વરસાદમાં જ રોડનું ધોવાણ થઇ જતાં મસમોટો ખાડો પડી જવા પામ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ
આથી આ રસ્તા ઉપરથી વાહનચાલકો અને રાહદારીઓ આ ખાડાના કારણે અકસ્માતનો ભય પણ ઉભો થવા પામ્યો છે. ત્યારે સતત વાહનોની ધમધમતા આ રોડ ઉપર ખાડાનું રીપેરીંગ કામ ઝડપથી હાથ ધરાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડામાં થાપણદારોએ સમાજમાં દ્રષ્ટાંતરૂપ દાખલો આપ્યો