તુર્કમેનિસ્તાન સરકારના આદેશથી આગથી ધગધગતા નરકનાં દ્વાર બંધ કરાશે
તુર્કમેનિસ્તાનમાં છેલ્લા 50 વર્ષથી સળગી રહેલ ‘નર્કનો દરવાજો‘ (Gateway to Hell)ને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તુર્કમેનિસ્તાનના કારકુમ રેગિસ્તાનમાં સ્થિત આ 229 ફૂટ પહોળો અને 66 ફૂટ ઊંડો મિઠેલ ગેસના રિસાવના કારણે સતત સળગી રહ્યો છે.
- તુર્કમેનિસ્તાનમાં છેલ્લા 50 વર્ષથી સળગી રહેલ ‘નર્કનો દરવાજો‘ ને બંધ કરવાનો આદેશ
તુર્કમેનિસ્તાનમાં છેલ્લા 50 વર્ષથી સળગી રહેલ ‘નર્કનો દરવાજો‘ ને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તુર્કમેનિસ્તાનના કારકુમ રેગિસ્તાનમાં સ્થિત આ 229 ફૂટ પહોળો અને 66 ફૂટ ઊંડો મિઠેલ ગેસના રિસાવના કારણે સતત સળગી રહ્યો છે. હવે આ દેશના રાષ્ટ્રપતિ ગુરબાંગૂલી બર્દીમુખમેદોવે અધિકારીઓને આદેશ આપ્યો છે કે આ આગને બુજાવો અને આ ખાડાને બંધ કરવા માટે જે પ્રયાસ કરી શકાય છે એને તત્કાલ રૂપથી શરુ કરો.
રાષ્ટ્રપતિ ગુરબાંગૂલીએ ખાડાના કારણે થઇ રહેલ પર્યાવરણીય નુકસાન અને પૈસાના નુકસાનનો હવાલો આપતા આને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગેટ વે ઓફ હેલ કહેવાતા આ ખાડાના દરવાજાને ગેસ ક્રેટર પણ કહેવામાં આવે છે. વર્ષ 2010માં પણ ગુરબાંગૂલીએ એક્સપર્સને આ ખાડાને ભરવા અને એની આગને બુજાવવાનો આદેશ આપ્યો હતો. આ આગ સતત 1971થી સળગી રહી છે. એની કહાની ખુબ રસપ્રદ છે.
તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં લોકો તેને નરકનો દરવાજો પણ કહે છે, કારણ કે જ્યાં તે છે, તેની પાસે દરવાજા નામનું ગામ પણ છે. છેલ્લા 50 વર્ષથી કૂવા જેવી જગ્યાએ માત્ર આગ જ દેખાય છે. સોવિયત રશિયાના વૈજ્ઞાનિકોએ અહીં હાજર ગેસ વિશે જાણવા માટે ખોદવાનું શરૂ કર્યું ત્યારથી આ ખાડામાં આગ સળગી રહી છે.
ખોદકામ દરમિયાન જ ખોદવાનું મશીન તેમાં પડી ગયું, ત્યારબાદ તે ખાડામાંથી મિથેન ગેસ નીકળવા લાગ્યો. મિથેન ગેસને વાતાવરણમાં ફેલાતો અટકાવવા વૈજ્ઞાનિકોએ તેને આગ લગાડી અને ત્યારથી તે સળગી રહી છે. એટલા માટે આ સળગતા ખાડાને નરકનો પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. જો કે, તે ઘણા લોકો માટે પર્યટનનું કેન્દ્ર પણ છે અને લોકો ઘણા દાયકાઓથી તે ખાડો જોવા જાય છે.
હેપ્પી બર્થ ડે સુપ્રિયા પાઠક: ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું…
ગુરબાંગુલી બર્ડીમુખમેદોવે કહ્યું કે માનવીઓના ખોટા કાર્યોને કારણે બનેલો આ ખાડો આપણા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. કારણ કે તેની આસપાસના ગામડાઓમાં રહેતા લોકોનું આરોગ્ય કથળી રહ્યું છે. આપણે અમૂલ્ય કુદરતી સંસાધનો પણ સતત ગુમાવી રહ્યા છીએ. જો આપણે આ મિથેન ગેસનો ઉપયોગ કોઈ સકારાત્મક કાર્ય માટે કર્યો હોત તો કદાચ દેશના લોકોને એક અલગ જ ઉર્જા મળી હોત.
એવું નથી કે આ ખાડો ઓલવવાના પ્રયાસો અગાઉ કરવામાં આવ્યા ન હતા, પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી હતી. પ્રયત્નો સાથે, માટીના તિરાડ અને રેતીના સરકવાના કારણે ખાડાની પહોળાઈ વધતી જ ગઈ. ધીરે ધીરે તે એક પર્યટન સ્થળ બની ગયું. મજબૂરીમાં, સરકારે તેની આસપાસ ઘેરો ઘાલવો પડ્યો જેથી લોકો તેની નજીક ન જાય. કારણ કે મિથેન ગેસના કારણે સળગતી આગની દુર્ગંધ વધુ ખરાબ થાય છે. અહીં લાંબો સમય ઉભા રહેવાથી તબિયત બગડી શકે છે.