બ્રાઝિલમાં મોટી દુર્ઘટના: બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક પર્વતનો મોટો ભાગ પડતા 7ના મોત, 32 ઘાયલ; 20 લોકો ગુમ

Photo of author

By SOHAM 24 NEWS

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના: બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક પર્વતનો મોટો ભાગ પડતા 7ના મોત, 32 ઘાયલ; 20 લોકો ગુમ

Google News Follow Us Link

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના: બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક પર્વતનો મોટો ભાગ પડતા 7ના મોત, 32 ઘાયલ; 20 લોકો ગુમ

Brazil Boat Incident: બ્રાઝિલના એક તળાવ (Brazilian lake)માં ઝરણા પાસે મોટરબોટ (leisure boats)માં સવાર લોકો પર એકાએક ખડક (Rock Cliff) ધસી પડતા સાત લોકોનું મૃત્યુ થવાની આશંકા (Brazil Boat Incident) છે. વિડીયોમાં ઘટનાની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય છે.

  • બ્રાઝિલમાં કાળજું કંપાવનારી ઘટના
  • બ્રાઝિલના એક તળાવમાં ઝરણા પાસે ખડક ધસી પડી
  •  ભેખડએ ત્રણ મોટરબોટને પોતાની ચપેટમાં લઈ લે છે.

બ્રાઝિલ (Brazil)માં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. બ્રાઝિલના એક તળાવ (Brazillian lake)માં ઝરણા પાસે મોટરબોટ (leisure boats)માં સવાર લોકો પર એકાએક ખડક (Rock Cliff) ધસી પડતા સાત લોકોનું મૃત્યુ થવાની આશંકા (Brazil Boat Incident) છે. તો ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ દુર્ઘટનાનો એક વિડીયો (Viral Video) સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ઘટનાની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય છે.

દેવભૂમિ દ્વારકાના સલાયા ગામનું જહાજ ઇરાનના દરિયામાં ડૂબ્યુ, લાઈફબોટની મદદથી 10 ખલાસી બચ્યા

વિડીયોમાં જોઈ શકાય છે કે તળાવમાં ઝરણા પાસે કેટલાક લોકો મોટરબોટ આમથી તેમ કરી રહ્યા છે. મોટરબોટ પર સવાર લોકો ઝરણાનો આનંદ લઈ રહ્યા છે.

આ દરમ્યાન એકાએક ભેખડ ધસી આવે છે અને ત્રણ મોટરબોટને પોતાની ચપેટમાં લઈ લે છે. એ પછી સહેલાણીઓની ચીસાચીસ સંભળાય છે. સ્થાનિક સમય મુજબ આ ઘટના લગભગ 11 વાગ્યે બની હતી.

vવબ્રાઝિલમાં મોટી દુર્ઘટના: બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક પર્વતનો મોટો ભાગ પડતા 7ના મોત, 32 ઘાયલ; 20 લોકો ગુમ
                              https://twitter.com/RT_com/status/1479910457783771140

રાજ્યભરમાં મુશળધાર વરસાદ:-

સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે મિનાસ ગિરેસ રાજ્ય (Minas Gerais State)માં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં ભેખડ તૂટી પડવાની શક્યતા રહે છે.

અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે ભેખડ તૂટવાની એક મિનિટ પહેલા કેટલાક લોકો બોટમાં સવાર સહેલાણીઓને ચેતવણી આપી રહ્યા છે કે ઘણાં પથ્થરો ગબડી રહ્યા છે તેથી તેઓ ત્યાંથી ખસી જાય.

વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડ, 12 લોકોનાં મોત, 13 લોકો ઘાયલ

દુર્ઘટના બાદ 20 લોકો લાપતા:-

લેફ્ટનન્ટ પેડ્રો એહારા (Lieutenant Pedro Aihara)એ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું કે ખડકની ચપેટમાં ત્રણ મોટરબોટ આવી. 32 જીવિત લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. એમાંથી 9ને હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ડાઇવર્સ અને હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલા વધુ લોકોને શોધવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ હજુ પણ 20 લોકો લાપતા છે.

Reliance Jio IPO: મુકેશ અંબાણી લાવશે રોકાણકારો માટે કમાણીની તક, Jio ચાલુ વર્ષે IPO લાવશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

NEWS18 ગુજરાતી