વેપારીએ કોરોના નથી તેવું સર્ટિફિકેટ રાખવું પડશે

Photo of author

By SOHAM 24 NEWS

વેપારીએ કોરોના નથી તેવું સર્ટિફિકેટ રાખવું પડશે

  • વેપારીને કોરોના થયો નથી તેનું સર્ટિ.
  • રસીના બંને ડોઝ લઇ લીધા છે તેનું પ્રમાણપત્ર
વેપારીએ કોરોના નથી તેવું સર્ટિફિકેટ રાખવું પડશે
વેપારીએ કોરોના નથી તેવું સર્ટિફિકેટ રાખવું પડશે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જેમાં વર્તમાન સમયે સવારના 9 થી સાંજના 7 સુધી તમામ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે. પરિણામે દુકાનોમાં લોકોની ભીડ જામે છે. ઘણા દુકાનના માલિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે છે, તો કેટલાક નિયમો નથી પાળતા. પરિમાણે વેપારીઓથી ગ્રાહકને અથવા ગ્રાહકથી વેપારી અને સ્ટાફને કોરોના થવાનો ભય રહે છે.

વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો

માટે અધિક કલેક્ટરશ્રી એન.ડી.ઝાલાએ જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, ચોટીલા, થાન, મૂળી, લીંબડી, ચૂડા, પાટડી, લખતર, ધ્રાંગધ્રા, સાયલા વિસ્તારમાં વેપાર-ધંધા કરતા વેપારીને કોરોના થયો નથી તેનું સર્ટિ. ફરજિયાત રાખવું પડશે. આટલું જ નહીં પરંતુ જે વેપારી રિપોર્ટ કરાવે તે 10 દિવસથી જૂનો ન હોવો જોઈએ. આ ઉપરાંત જે વેપારીએ કોરોનાના રસીના બંને ડોઝ લઇ લીધા છે તે વેપારીએ પોઝિટીવ નથી તેવું સર્ટિ. નહીં રાખે તો ચાલશે. રસીના બંને ડોઝ લઇ લીધા છે તેનું પ્રમાણપત્ર દુકાનમાં ફરજિયાત રાખવું પડશે. આ જાહેરનામાનો અમલ 30 જૂન સુધી રહેશે. જિલ્લામાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે.

વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વધુ સમાચાર માટે…