Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગરની મુલાકાતે દોડી આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ સરેરાશ 80 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગર ખાતે દોડી આવ્યા છે. અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા, ડીડીઓ, આરોગ્યની સ્ટાફ સાથે બેઠક યોજી અને આગામી દિવસોમાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાથ ધરવા માટે સુરેન્દ્રનગર પ્રભારી સચિવ રાકેશ શંકર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યું, મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે

ઉલ્લેખનીય છે કે, એક તરફ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે. જેને પગલે મૃતક આંકની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસ અને મૃતક આંકના પગલે સુરેન્દ્રનગર પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગરની મુલાકાતે દોડી આવ્યા છે. બે દિવસ પ્રવાસ માટે રાકેશ શંકર સુરેન્દ્રનગર રહેશે અને કોરોના મામલે સમીક્ષા પણ કરશે ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાથ ધરવા માટે પ્રવાસન વિભાગ તથા ડોક્ટરની ટીમને પ્રભારી સચિવ રાકેશ શંકર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

વધુ સમાચાર માટે…

Exit mobile version