આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ, 10થી વધુ શહેરોમાં વધી શકે છે લિમિટ

Photo of author

By SOHAM 24 NEWS

Table of Contents

આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ, 10થી વધુ શહેરોમાં વધી શકે છે લિમિટ

Google News Follow Us Link

આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ, 10થી વધુ શહેરોમાં વધી શકે છે લિમિટ

Corona Case in Ahmedabad: હાલમાં ઉત્તરાયણને કારણે ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય, જેને કારણે 14 જાન્યુઆરીએ 10,019 કેસ નોંધાયા હતા, પરંતુ હવે 16 જાન્યુઆરી બાદ કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.

  • કોરોનાનાં કેસનો રાફળો ફાટ્યો
  • 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.
  • 10થી વધુ શહેરોમાં વધી શકે છે લિમિટ

હાલમાં જે રીતે કોરોનાનાં કેસનો રાફળો ફાટ્યો છે તે જોઇને લાગે છે કે ભલે આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ છે. પણ આ કર્ફ્યૂ વધુ દિવસો માટે વધારવામાં આવે તો નવાઇ નહીં. હાલમાં ઉત્તરાયણને કારણે ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય, જેને કારણે 14 જાન્યુઆરીએ 10,019 કેસ નોંધાયા હતા, પરંતુ હવે 16 જાન્યુઆરી બાદ કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.

10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ- રાત્રે 10થી સવારે 6 સુધી:-

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનાં અમલનો આજે છેલ્લો દિવસ હતો તેને વધારવામાં આવી શકે છે.

Surat: સાંજે 5:50 એ PG-નીટમાં મેરિટ જોયું અને 10 જ મિનિટમાં યુવકે આપઘાત કર્યો

હાલ કયાં કયાં ક્ષેત્રોમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ:-

દુકાન-વેપાર-ધંધા:

દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.

જાહેર બાગ-બગીચા:

રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.

સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે:

ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.

જાવેદ હબીબે થૂક લગાવીને વાળ કાપ્યા: મહિલાનો આરોપ, Video Viral

જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી:

બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.

લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો:

ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ નિયંત્રણો હાલ 15 જાન્યુ. પૂરતાં છે. આ તારીખ સુધી કમૂરતાં હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદત લંબાવાશે એવી શક્યતા છે.

અંતિમક્રિયા/દફનવિધિ:

સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.

ચાલતું-ફરતું ઘર: જોવા જેવું છે 22 પૈડાંવાળું ચાલતું-ફરતું ઘર! અંદર રહે છે હોલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર

વાહનવ્યવહાર:

નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ: બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.)

હોટલ-રેસ્ટોરન્ટ્સ:

બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો:

ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.

સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ:

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ… જાણો કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link