ટોક્યો પેરાલિમ્પિક: ભારતીય નિશાનેબાજો પર સોના-ચાંદીનો વરસાદ, મનીષે ગોલ્ડ અને સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો

Photo of author

By SOHAM 24 NEWS

પેરાલિમ્પિક: ભારતીય નિશાનેબાજો પર સોના-ચાંદીનો વરસાદ, મનીષે ગોલ્ડ અને સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો

  • ટોક્યો પેરાલિમ્પિકની શુટિંગમાં ભારતીય પેરાશૂટર્સે કમાલ કરી દીધી છે.
  • મનીષ નરવાલે ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે સિંહારજે સિલ્વર જીત્યો.
  • અવનિ લખેરા અને સુમિત અંતિલે ગોલ્ડ મેડલ
  • પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
પેરાલિમ્પિક: ભારતીય નિશાનેબાજો પર સોના-ચાંદીનો વરસાદ, મનીષે ગોલ્ડ અને સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો
પેરાલિમ્પિક: મનીષે ગોલ્ડ અને સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકની શુટિંગમાં ભારતીય પેરાશૂટર્સે કમાલ કરી દીધી છે. મનીષ નરવાલે ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે સિંહારજે સિલ્વર જીત્યો. P4 મિક્સડ 50 મીટર પિસ્ટોલ એસએસ-1 ફાઇનલમાં મનીષ નરવાલે 218.2નો સ્કોર કરી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. સિંહરાજ (21.67) બીજા સ્થાન પર રહ્યો. ભારતના પદકોની સંખ્યા હવે 15 થઇ ગઇ છે.

આ બંને પેરા શુટર્સ ફરીદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશનમાં સિંહરાજ 536 અંકની સાથે ચોથા નંબર પર છે જ્યારે મનીષ નરવાલ (533) સાતમા નંબર પર રહી હતી. તેની સાથે જ ટોક્યો પેરાલિમ્પિકમાં 19 વર્ષની મનીષ નરવાલે ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. આની પહેલાં અવનિ લખેરા અને સુમિત અંતિલે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

દીકરી વ્હાલનો દરિયો: ત્રીજી દીકરી જન્મતા સુરેન્દ્રનગરનાં પરિવારે નકલંક ધામને રૂ. 2,22,222નું દાન કર્યું

આ પેરાલિમ્પિકમાં 39 વર્ષના સિંહરાજે બીજો મેડલ પ્રાપ્ત કર્યો. આની પહેલાં તેમણે 10m Air Pistol SH1માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવનિ લખેરાની પાસે પણ બે મેડલ છે. તેણે ગોલ્ડ સિવાય બ્રોન્ઝ જીત્યો છે.

અત્યાર સુધીમાં પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં હવે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક (2016)માં ભારત 2 ગોલ્ડ મેડલ સહિત 4 મેડલ જીત્યું હતું.

રામાયણ સિરિયલની દીપિકા ચિખલિયાના સસરાનું નિધન, ભાવુક થતાં કહ્યું- હંમેશાં મને દીકરી માની

વધુ સમાચાર માટે…

સંદેશ