વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયને વેપારીઓએ સમર્થન આપ્યું
- સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં બુધવારથી રવિવાર સુધીનું સ્વૈચ્છિક લોકડાઉનને વેપારીઓએ આવકાર આપ્યો.
સુરેન્દ્રનગર–દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં બુધવારથી રવિવાર સુધીનું સ્વૈચ્છિક લોકડાઉનને વેપારીઓએ આવકાર આપ્યો. સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ રોકવાના ભાગરૂપે પારેખા હોલ ખાતે તાજેતરમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોરોના ચેઇન તોડવા માટે લોકડાઉન જરૂર હોવાનું એક મત વ્યક્ત થવા પામ્યો હતો. આથી આ બાબતે શહેરીજનોના આરોગ્યની ચિંતા વ્યકત કરીને બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સર્વાનુમતે બુધવારથી રવિવાર સુધીનું સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવતા. આ નિર્ણયને વેપારીઓએ આવકાર આપીને સમર્થન પૂરું પાડવાની તૈયારી દર્શાવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ